મનોરંજન

આ 5 અભિનેતાઓને લગ્ન બાદ પણ હતા બીજી મહિલાઓ સાથે સંબંધ, છતાં પત્નીએ આપ્યો બીજો ચાન્સ

વાહ આને કહેવાય સુશીલ પત્નીઓ, પોતાનું ઘર ભાંગવા ના દીધું અને લફરાબાજ પતિઓને સાચો રસ્તો બતાવ્યો

બોલીવુડની રોનક વિષે તો આપણે સૌ કોઈ જાણતા જ હોય છે, ફિલ્મી દુનિયામાં અફેર થવા અને પછી અલગ થવું એ સામાન્ય બાબત છે. ઘણા કલાકારો લગ્ન બાદ ડિવોર્સ પણ લઇ લે છે, છતાં ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો પણ છે જેમને લગ્ન બાદ પણ અફેર કર્યું અને તેમના આ અફેરની ખબર તેમની પત્નીઓને હોવા છતાં પણ તેમને પોતાના પતિને બીજો ચાન્સ આપ્યો હતો, ચાલો જોઈએ એવા કેટલાક કલાકારોને.

Image Source

1. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા:
એક સમયના સુપરસ્ટાર અભિનેતા ગોવિંદાનું પણ લગ્ન પછી અફેર હતું. જો કે લગ્ન પહેલા પણ ગોવિંદાની ઘણી અભિનેત્રીઓ સાથે અફેરની ચર્ચાઓ આવી હતી પરંતુ લગ્ન પછી ગોવિંદાનું અફેર ફિલ્મ “હદ કરદી આપને”બાદ અભિનેત્રી રાની મુખર્જી સાથે થયા હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણ ગોવિંદાની પત્ની સુનીતાને પણ લાગી ગઈ હતી. સુનીતાએ ગોવિંદાને સુધરવા માટે એક ચાન્સ આપ્યો હતો. ગોવિંદાને તેની ભૂલ સમજાઈ હતી અને તેને તેની પત્નીની માફી પણ માંગી હતી. આજે બને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.

Image Source

2. ઋષિ કપૂરની પત્ની નીતુ:
અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરની લવ સ્ટોરી બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ એકવાર નીતુ કપૂરે ઋષિ કપૂર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. ઋષિ કપૂર રંગીન મિજાજના માણસ હતા. લગ્ન પહેલા અને પછી પણ તેમના અફેરની ચર્ચાઓ થતી રહેતી, સાથે તે દારૂ પીવાના પણ શોખીન હતા. જેથી નીતુએ આમ કરવું પડ્યું, છતાં પણ નીતુએ ઋષિ કપૂરને માફ કરી એક ચાન્સ આપ્યો હતો.

Image Source

3. આદિત્ય પંચોલીની પત્ની જરીના વહાબ:
અભિનતા આદિત્ય પંચોલીનું લગ્ન બાદ તેનાથી 20 વર્ષ નાની ઉંમરની અભિનેત્રી કંગના રનૌત સાથે અફેર ચાલતું હતું, જયારે કંગના ફિલ્મોમાં સંઘર્ષ કરી રહી હતી. ત્યારબાદ આદિત્યની પત્ની જરીના તેનાથી અલગ પણ થઇ ગઈ હતી. પરંતુ જયારે કંગના અને આદિત્યનું બ્રેકઅપ થયું અને કંગનાએ આદિત્ય ઉપર આરોપો લગાવ્યા ત્યારે જરીના આદિત્યની સાથે ઉભી રહી અને આદિત્યનો સાથ આપ્યો હતો.

Image Source

4. રાજ બબ્બરની પત્ની નાદીરા બબ્બર:
અભિનેતા રાજ બબ્બર પરણિત હોવા છતાં પણ અભિનેત્રી સ્મિતા પાટીલ સાથે લગ્ન કરી લીધા હતા. રાજ બબ્બરને પહેલી પત્ની નાદીરાના બે બાળકો પણ હતા. સ્મિતા સાથે લગ્ન કરવા માટે રાજ બબ્બરે નાદિરાને છોડી પણ દીધી હતી, પરંતુ પ્રતીક બબ્બરનાં જન્મ સમયે સ્મિતાનું અવસાન થતા રાજ બબ્બરની પહેલી પત્ની નાદીરાએ જ સાથ આપ્યો હતો.

Image Source

5. અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના:
બોલીવુડના સૌથી સફળ અભિનેતા અક્ષય કુમારે પણ ટ્વીન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પ્રેમમાં પડી ગયો હતો ત્યારે ટ્વિંકલે તેને ધમકી આપી હતી કે તે જો પ્રિયંકા સાથે ફિલ્મોમાં કામ કરશે તો તે ઘર છોડીને ચાલી જશે. ત્યારબાદ અક્ષયે પણ માફી માંગી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.