કોઇને આવ્યો હ્રદયરોગનો હુમલો તો કોઇએ કરી આત્મહત્યા તો કોઇએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ, નાની ઉંમરમાં આ સ્ટાર્સે છોડી દુનિયા

ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી, વૈશાલી ઠક્કર, એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ નાની ઉંમરે કરી આત્મહત્યા, આ સિવાય પણ ઘણા સેલેબ્સે નાની ઉંમરે છોડી દુનિયા

Actors Untimely Death: આ સપ્તાહની શરૂઆત મનોરંજન જગતના લોકો માટે ખરાબ સમાચાર સાથે થઈ. સોમવારે 22 મેના રોજ ટીવી ઉદ્યોગના બે દિગ્ગજ સ્ટાર્સ – આદિત્ય સિંહ રાજપૂત અને વૈભવી ઉપાધ્યાયે આ દુનિયાને અલવિદા કહ્યું. મનોરંજન ઉદ્યોગ હજુ આ શોકમાંથી બહાર આવ્યો ન હતો કે બુધવારે નિતેશ પાંડેનું પણ નિધન થયું.

આ ત્રણેય કલાકારોનું અકાળે અવસાન થયું છે. પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેતાએ નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હોય.એક્ટર-મોડલ આદિત્ય સિંહ રાજપૂતનું સોમવારે નિધન થયું હતુ. તે તેના ઘરના બાથરૂમમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્ય માત્ર 32 વર્ષનો હતો. તેણે 17 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેને સ્પ્લિટ્સવિલાથી ઘણી ઓળખ મળી હતી. આદિત્યના આકસ્મિક મોતથી બધાને આશ્ચર્ય થયું છે. ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જાસ્મિનનો રોલ કરીને લોકપ્રિય બનેલી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મોતના સમાચાર પણ બુધવારે આવ્યા.હિમાચલ પ્રદેશમાં કાર અકસ્માતમાં તેનું મોત થયું હતું. વૈભવીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.

તે ‘CID’ અને અદાલત જેવા ટીવી શોમાં પણ જોવા મળી હતી. વૈભવીએ વર્ષ 2020માં દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘છપાક’માં પણ કામ કર્યું હતું. આ સિવાય તે વેબ સિરીઝનો પણ ભાગ હતી. આદિત્ય અને વૈભવીના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રી આંસુ વહાવી રહી હતી અને તે બાદ નિતેશ પાંડેના નિધનના સમાચારે વધુ એક ઝટકો આપ્યો.

51 વર્ષીય અનુપમા ફેમ એક્ટરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું.નિતેશ પાંડેએ શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ સહિત બીજી પણ કેટલીક ફિલ્મો કરી હતી. તે છેલ્લે નાના પડદા પર સિરિયલ ‘અનુપમા’માં ધીરજના રોલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત પણ ઘણા એવા સેલેબ્સ છે જેમણે નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. સસુરાલ સિમર કા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી હતી.

16 ઓક્ટોબરે અભિનેત્રીનો મૃતદેહ ઈન્દોરના સાંઈ બાગ કોલોનીમાં તેના ઘરેથી મળી આવ્યો હતો.આ ઉપરાંત ટીવી અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ 14 જૂન 2020ના રોજ આત્મહત્યા કરી હતી. સુશાંત મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવી કહ્યું હતુ કે તે ડિપ્રેશનમાં હતો. જો કે, સુશાંતનું મૃત્યુ હજી સુધી એક રહસ્ય છે.

બિગ બોસ 13નું ટાઈટલ પોતાના નામે કરનાર સિદ્ધાર્થ શુક્લાને આ શોથી ઘણો પ્રેમ મળ્યો. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ માત્ર 40 વર્ષની વયે અવસાન થયું હતું. તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવાયું હતું.પ્રત્યુષા બેનર્જી ટેલિવિઝન શો બાલિકા વધૂથી ઘર-ઘરમાં જાણીતી બની હતી. આ પછી તે બિગ બોસ સીઝન 7માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. પ્રત્યુષાએ 2016માં 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી.

અહેવાલો અનુસાર, તેણે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી લીધી હતી. આ ઘટના બાદ તેના બોયફ્રેન્ડ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ અભિનેતા દિપેશ ભાન ઉર્ફે મલખાનનું 23 જુલાઈ 2022ના રોજ નિધન થયું હતું.તેમના આકસ્મિક નિધનથી બધાને આઘાત લાગ્યો હતો.

‘નિશબ્દ’, ‘હાઉસફુલ’ અને ‘ગજની’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી જિયા ખાન 3 જૂન 2013ના રોજ 25 વર્ષની ઉંમરે તેના જુહુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તબક્કે આ આત્મહત્યાનો મામલો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, આ કેસે ત્યારે વળાંક લીધો જ્યારે જિયાની માતાએ સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.જો કે, આ કેસમાં સૂરજને નિર્દોષ જાહેર કરાયો છે.

14 જૂનના રોજ સુશાંતની આત્મહત્યા પહેલાં 8 જૂને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયાનના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. દિવ્યા ભારતીનું મૃત્યુ શંકાસ્પદ હતું. પતિ સાજિદ નડિયાદવાલાના જણાવ્યા અનુસાર, દિવ્યાએ મુંબઈના પાંચમા માળના એપાર્ટમેન્ટ પરથી છલાંગ લગાવી હતી.

આ ઘટના 5મી એપ્રિલ 1993ની છે અને ત્યારે દિવ્યા માત્ર 19 વર્ષની હતી. આ ઉંમરે દિવ્યાએ 14 ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દિવ્યા ભારતીનું મૃત્યુ અકસ્માત હતો કે આત્મહત્યા કે હત્યા તે આજદિન સુધી જાણી શકાયું નથી.

3 સપ્ટેમ્બર 1996ના રોજ સાઉથ અભિનેત્રી સિલ્ક સ્મિતાનો મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે તે લગભગ 35 વર્ષની હતી. પોલીસે તેને આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરી દીધો હતો.જો કે, ઘણા લોકો માનતા હતા કે તેમના મૃત્યુ પાછળનું કારણ કંઈક બીજું હતું.

અભિનેતા અને ફિલ્મ નિર્દેશક ગુરુ દત્ત 10 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગુરુ દત્તને દારૂની લત હતી. એવું કહેવાય છે કે તેણે દારૂની સાથે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો અને તેને કારણે તેનું મૃત્યુ થયું હતુ.

Shah Jina