મનોરંજન

કોઈએ 70ની ઉંમર તો કોઈએ 61 વર્ષે કર્યા લગ્ન, આ 4 સિતારાઓએ સાબિત કરી દીધું કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી.

લફરું કરવાની કોઈ ઉંમર નથી હોતી…આ 4 સિતારાઓને જોઈને પગ નીચેથી જમીન ખસી જશે

કહેવામાં આવે છે કે સમયસર લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ કહેવામાં આવે છે કે, પ્રેમ કરવાની અને લગ્ન કરવાની કોઈ ઉંમર નથી હોતી. આપણા સમાજમાં અમુક ઉંમર વીતી ગયા બાદ પ્રેમ કરીએ અથવા તો લગ્ન કરીએ તો ઘણા સવાલના જવાબ આપવા પડે છે. આ સાથે જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રેમ સાચો હોય તો નેગેટિવિટી તેની પાસે કમજોર થઇ જાય છે. આવું જ કંઈક બી ટાઉનના સિતારાઓએ સાબિત કરી દીધું છે. જેને એ ઉંમરમાં લગ્ન કર્યા હતા જે ઉંમરે લોકો માતા-પિતા અથવા તો દાદા-દાદી તરીકેનો આનંદ માણતા હોય.

1.સંજય દત્ત

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તે 49 વર્ષની ઉંમરમાં લગ્નનો ફેંસલો લઈને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ તેનાથી પણ આશ્ચર્યચકિત વસ્તુ એ હતી કે, સંજય દત્તે જે મહિલાની જીવનસાથી તરીકે પસંદગી કરી હતી તે એકદમ સાધારણ પરિવારમાંથી આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

બે લગ્નમાં અસફળ થયા બાદ સંજયે માન્યતા સાથે 2008માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે, આ સંબંધથી સંજય દત્તની બહેન ખુશ ના હતી. માન્યતાએ ફક્ત તેના રિલેશનશિપમાં જ નહીં પરંતુ એક્ટરની સપોર્ટ સિસ્ટમ બનીને સામે આવી હતી. મુશ્કેલ સમયમાં તે હંમેશા સંજય દત્ત સાથે ઉભી રહી હતી.

2.નીના ગુપ્તા

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta) on

નીના ગુપ્તાએ જે રીતે સિંગલ મધર રહીને તેની દીકરી મસાબાને ઉછેર કર્યો તેને એક સફળ મહિલા બનાવવામાં મદદ કરી હતો. આ મધર-ડોટર રિલેશશિપનો ગોલ્સ આપે છે. પોતાની શરતો પર જિંદગી જીવનારી આ એક્ટ્રેસે 8-9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 50ની ઉંમરમાં લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો. જયારે 49 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ કહ્યું હતું કે, હું લગ્ન કરવા માંગુ છું. આ બાદ તેની દીકરી મસાબા પણ ચોંકી ઉઠી હતી. મસાબા માટે તેની માતાની ખુશીથી વધુ કંઈ ના હતું. નીનાની મેરિડ લાઈફ કેટલી સારી છે તે તો તેના ઇન્સ્ટાગ્રામની તસ્વીર પરથી ખબર પડે છે.

3.કબીર બેદી

 

View this post on Instagram

 

A post shared by Parveen Dusanj-Bedi (@parveenhq) on

કબીર બેદીએ 2016માં ચોથી વાર લગ્ન કર્યા હતા. તેની પત્ની પરવીન દુસંજની ઉંમર એકટરની દીકરી પૂજા બેદી કરતા પણ ઓછી છે. માહિતી મળી રહી છે કે, બંને પહેલા લિવ-ઇનમાં રહેતા હતા જે બાદ લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. આ લગ્નથી પૂજા બિલકુલ ખુશ ના હતી. પૂજાએ તેની આ લાગણી સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી હતી. કોઈને પસંદ હોય કે ના હોય પરંતુ કબીર તો તેના લગ્ન જીવનથી ખુશ છે.

4.સુહાસિની મુલે

 

View this post on Instagram

 

A post shared by Suhasini Mulay (@mulay.suhasini) on

આ એક એવી એક્ટ્રેસ છે જે આજે પણ ખુબસુરત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુહાસિની મુલે એક સમયે શખ્સના પ્રેમમાં પાગલ હતી. આ શખ્સ સાથે તે લિવ-ઈન માં પણ રહેતી હતી પરંતુ જયારે સંબંધ તૂટ્યો ત્યારે તેને રિલેશનશિપમાંથી ભરોસો ઉઠી ગયો હતો. આખરે તેને વરિષ્ઠ વૈજ્ઞાનિક અતુલ ગુર્તું સાથે લગ્ન કર્યા હતા. જયારે સુહાસિનીએ લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 61 વર્ષની હતી.

જો એક્સપર્ટનું માનીએ તો વધુ ઉંમરે લગ્ન કરતા લોકો યંગ કપલ કરતા વધુ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. પરિવારમાં બાળકો, પ્રોપટી, આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને ભવિષ્યની યોજનાને લઈને આ કપલે વધુ પ્રેક્ટિકલ એપ્રોચ રાખવો પડે છે. આ સાથે જ વધતી જતી ઉંમરના કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે. આ સમયે લગ્ન કર્યા બાદ પરેશાની આવે છે. આ સાથે જ ઉંમરને લઈને ઘણી લિમિટેશન આવે છે. જે સંબંધમાં ચેલેન્જ સાબિત કરે છે. આથી વધુ ઉંમરે લગ્ન કરતા પહેલા એક્સપર્ટ લોકોની સારી રીતે સલાહ લેવી જોઈએ.