મનોરંજન

લાંબા અફેર બાદ આ 5 સિતારાઓએ અરેન્જ મેરેજ કરીને લોકોને ચોંકાવી દીધા હતા, હવે જીવી રહ્યા છે કંઈક આવી જિંદગી

બોલીવુડના આ 5 કપલ પ્રેમી પંખીડાઓને જોઈને લાગતું કે આ લવ મેરેજ કરીને જન્મો જન્મ સાથ નિભાવશે પણ લવ મેરેજ નસીબમાં ન હતા

બૉલીવુડની ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં કોઈનું નામ કોઈ પણ સાથે જોડાઈ જાય છે. એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કયો સિતારો કેટલા સમય સુધી કોની સાથે રહેશે. બોલીવુડમાં ઘણા એવા સિતારાઓ છે જેનું અફેર તો લાંબા સમય સુધી ચાલ્યું હોય છે પરંતુ તેનું અફેર લગ્ન સુધી નથી પહોંચી શક્યું. આવા ઘણા એક્ટર છે જેનું અફેર બીજા કોઈ સાથે ચાલતું હતું અને અરેન્જ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આવો જાણીએ આ એક્ટરો વિષે.

1.ગોવિંદા
90ના દાયકાના સુપરહિટ અને શાનદાર એક્ટર ગોવિંદા આ લિસ્ટમાં સૌથી ઉપર છે. ગોવિંદાની ફિલ્મને આજે પણ લોકો બહુ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunita Ahuja (@ahujasunita) on

લગ્ન પહેલા ગોવિંદાનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું હતું. પરંતુ ગોવિંદાએ સુનિતા આહુજા સાથે અરેન્જ મેરેજ કરીને ફેન્સ સહીત બધાને ચોંકાવી દીધા હતા. ગોવિંદા અને સુનીતાને 2 બાળકો છે.

 

View this post on Instagram

 

A post shared by Sunita Ahuja (@ahujasunita) on

2.રાકેશ રોશન

 

View this post on Instagram

 

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on

એક્ટર ઋતિક રોશનના પિતા રાકેશ રોશન બૉલીવુડના એક શાનદાર એક્ટર પૈકી એક છે. તેની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. રાકેશ રોશને પિંકી રોશન સાથે અરેન્જ મેરેજ કર્યા છે.

3.શાહિદ કપૂર
બોલિવુડનો ચોકલેટી બોય શાહિદ કપૂર તેના લગ્નને કારણે આજે પણ ચર્ચામાં રહે છે. શાહિદે લાંબા સમય સુધી કરીના કપૂરને ડેટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

પરંતુ બંનેનું આ અફેર લગ્ન સુધી પહોંચ્યું ના હતું. શાહિદે 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા.

4.વિવેક ઓબેરોય
એક્ટર વિવેક ઓબેરોયે પણ ઘણી ફિલ્મમાં એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. લગ્ન પહેલા વિવેક ઓબેરૉયનું નામ બૉલીવુડની સૌથી ખુબસુરત એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે જોડાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

પરંતુ વિવેકે અરેન્જ મેરેજ કર્યા છે. વિવેકની પત્નીનું નામ પ્રિયંકા અલ્વા છે. પ્રિયંકા કર્ણાટકના નેતા જીવરાજ અલ્વાની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

5.નીલ નીતિન મુકેશ

જોની ગદ્દાર, ન્યુયોર્ક અને ગોલમાલ અગેન જેવી ફિલ્મોમાં નજરે આવી ચૂકેલા નીલ નીતિન મુકેશએ પણ અરેન્જ મેરેજ કર્યા છે. નીલ નીતિન મુકેશે 2017માં રુક્મણી સહાય સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

લગ્ન પહેલા નીલ નીતિનનું નામ સોનલ ચૌહાણ અને સાશા આગા જેવી એક્ટ્રેસે સાથે જોડાયું હતું. પરંતુ નીલ નીતિન મુકેશે જીવનસાથી તરીકે રુક્મણી સહાય પર પસંદગી ઉતારી હતી.