ફિલ્મોનો બિઝનેસ એવો છે કે જે કોઈનો નથી થતો. સતત કેટલીક ફ્લોપ ફિલ્મોથી કોઈની પણ કારકિર્દી ચોપટ થઇ જાય છે. ભારત ફિલ્મના ડિરેક્ટરે કેટલાક સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બોક્સ-ઓફિસના નંબર ખૂબ જ જરૂરી છે. થોડા સમયથી તો એવું પણ બની રહ્યું છે કે દર્શકોને કેટલાક કલાકારોની ફિલ્મો ખાસ પસંદ આવી રહી નથી. દર્શકો હાલમાં ફિલ્મના કલાકારો કરતા વધુ પસંદ ફિલ્મની વિષય-વસ્તુને કરે છે. જેથી કેટલાક કલાકારોની ફિલ્મો ખાસ ચાલી રહી નથી અને હવે તેઓ પોતાની કારકિર્દીના એવા પડાવ પર આવી ચુક્યા છે કે તેમને હવે એક હિટ ફિલ્મની તાતી જરૂરિયાત છે. તો ચાલો જાણીએ એવા કયા કલાકારો છે કે જેમને હાલમાં સફળ ફિલ્મની જરૂરિયાત છે, નહીંતર તેમની કારકિર્દી ખતમ થઇ જશે.
1. સોનાક્ષી સિંહા:
સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, અને તેની છેલ્લી હિટ અક્ષય કુમાર સાથેની ફિલ્મ હોલીડે હતી. આ પછી તેને કલંક, હેપ્પી ફિર ભાગ જાયેગી, વેલકમ ટુ ન્યુયોર્ક, નૂર, એક્શન જેક્શન, તેવર, ઓલ ઇઝ વેલ, અકીરા, અને ફોર્સ 2 જેવી ફિલ્મો કરી. પરંતુ હવે તેની કારકિર્દીને ફરીથી પાટા પર લાવવા માટે તેને એક સુપરહિટ ફિલ્મની જરૂર છે.
2. શાહરુખ ખાન:
છેલ્લા 2 વર્ષથી બોલીવૂડના કિંગખાનની જોળીમાં એક પણ હિટ ફિલ્મ નથી આવી. તેમની ફિલ્મ ઝીરો કે પછી જબ હેરી મેટ સેજલ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી. ત્યારે હવે શાહરુખ ખાનને હાલ હિટ ફિલ્મની તાતી જરૂર છે. જો કે ચર્ચાઓ થઇ રહી છે કે તેને પોતાની આગામી ફિલ્મ માટે ડિરેક્ટર રાજકુમાર હીરાણીનો સાથ લીધો છે. આ સિવાય એવી પણ ચર્ચાઓ છે કે ધૂમ 4માં શાહરુખ ખાન જોવા મળી શકે છે.
3. સિદ્ધાર્થ મલ્હોત્રા:
સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેતા સિદ્ધાર્થ કપૂરે છેલ્લે 3 વર્ષ પહેલા કપૂર એન્ડ સન્સ આપી હતી, જે સફળ થઇ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર 73 કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી તેને ઐયારી, આ જેન્ટલમેન, બારબાર દેખો અને ઇત્તેફાક જેવી ફિલ્મો કરી પણ આમાંથી એક પણ ફિલ્મ ચાલી નથી. જો કે હવે પરિણીતી ચોપરા સાથે તેમની ફિલ્મ જબરીયા જોડી આવી રહી છે. જેના પર આશાઓ રખાઈ રહી છે.
4. અર્જુન કપૂર:
હાલ અર્જુન કપૂરની કારકિર્દી પણ કોઈ ખાસ ચાલી રહી નહિ. જો કે તેમને છેલ્લે વર્ષ 2017માં મુબારકા આપી હતી, જેને બોકસઓફિસ પર 60 કમાણી કરી હતી. એ પછી તેમની થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મો નમસ્તે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડ પણ બોક્સઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી. તો હાલમાં તેને પણ પોતાની કારકિર્દીને બચાવવા માટે એક હિટ ફિલ્મની જરૂર છે.
5. આદિત્ય રોય કપૂર:
આદિત્ય રોય કપૂરના ખાતામાં તેની આખી કારકિર્દીમાં માત્ર 2 જ હિટ ફિલ્મો છે. પહેલી તેની ડેબ્યુ ફિલ્મ આશિકી 2 અને બીજી એ જવાની હૈ દીવાની, જેમાં લીડ તરીકે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર હતા. આ પછી આદિત્યએ કલંક, ઓકે જાનુ, ફિતૂર અને દાવત-એ-ઇશ્ક કરી, પણ આમાંથી એકપણ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી શકી નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.