કોરોના કાળમાં ઘણી સારી અને ખરાબ ખબર સાંભળવા મળી છે. આ દરમિયાન ઘણા સેલેબ્સના નિધનની ખબરે ફેન્સને દુઃખી કરી દીધા હતા.તો થોડા સમય પહેલા અફવાહ ઉડી હતી કે, મિષ્ટી મુખર્જીનું નિધન થયું છે. પરંતુ ખુદ એક્ટ્રેસે આ વાતને અફવાહ ગણાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

બૉલીવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનું નિધન થઇ ગયું છે. તેની કિડની ફેલ થવાને કારણે ડોક્ટર તેને બચાવી શક્યા ના હતા. જણાવી દઈએ કે, લાંબા સમયથી વજન ઘટાડવા માટે કીટો ડાયટ કરી રહી હતી. આ પ્રકારની અફવાહ ઉડી હતી. પરંતુ મીષ્ટીના ધ્યાને જયારે આ વાત આવી ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને સફાઈ આપી હતી.

ઘણા સિતારાઓએ મોટાપો ઓછું કરવાને કારણે તેની જિંદગી ખતરામાં નાખી હોય અને જીવ ગુમાવ્યો હોય. આવો જાણીએ દિવંગત સેલેબ્સ પર એક નજર.
સાઉથ ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ આરતી અગ્રવાલનું નિધન નાની ઉંમરમાં જ થઇ ગઈ હતું. આરતી મોટાપાની સાથે-સાથે ફેફસાની બીમારીથી પણ પીડિત હતી. મોટાપો ઓછો કરવા માટે તેને નિધનના એક મહિના પહેલા ન્યૂજર્સીમાં લિપોસક્શન સર્જરી કરાવી હતી. આ સર્જરીથી તેની પેટની ફેટને હટાવી દેવામાં આવી હતી. હૈદરાબાદના એક ડોકટરે તેને સર્જરી ના કરવાની સલાહ આપી હતી પરંતુ તેને ડોક્ટરની વાત માની ના હતી. આ બાદ ઈલાજ દરમિયાન જ મોત નીપજ્યું હતું.

ટીવી એક્ટર રાકેશ દીવાનાએ એપ્રિલ 2014માં બૈરીયાટ્રીક સર્જરી કરાવી હતી. સર્જરીના 4 દિવસ બાદ મોત નીપજ્યું હતું. રાકેશે મહાદેવ, રામાયણ જેવી ટીવી સિરિયલ અને રાઉડી રાઠોર, ડબલ ધમાલ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 48 વર્ષની ઉંમરમાં તે મોટાપાથી પરેશાન થઈને સર્જરી કરાવી પહેલા તો તે સફળ રહી પરંતુ તેના ચાર દિવસ બાદ બ્લ્ડપ્રેશન વધવાથી મોત નીપજ્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં ડો. હાથીનો રોલ નિભાવનાર કવિ કુમાર આઝાદનું વજન પણ ઘણું વધારે હતું. તેનું વજન 254 કિલો હતું. એક વાર તે શો દરમિયાન બેહોશ થઈને પડી ગયા હતા. તુરંત જ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2010માં તેને બૈરીયાટ્રીક સર્જરી કરાવી 80 કિલો વજન ઘટાડયું હતું.

આ બાદ તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો.2018માં 46 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાથી કવિ કુમાર આઝાદનું મોત નીપજ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેને છાતીમાં દુઃખવા લાગતા તુરંત જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.