મનોરંજન

આ 5 પ્રખ્યાત અભિનેતાઓના હતા પ્રેમલગ્ન, થોડા જ વર્ષોમાં થયા છૂટાછેડા અને ચૂકવવી પડી કરોડોની રકમ

આપણી 7 પેઢી સુખી થઇ જાય એટલી કિંમતમાં આ લોકોના છૂટાછેડા થયા, જાણો રસપ્રદ માહિતી

ફિલ્મી સિતારો શૂટિંગ દરમિયાન જ એકબીજાને પસંદ કરી બેસી છે, કોઈ અભિનેતા અભિનેત્રીની સુંદરતાથી આકર્ષાય છે તો કોઈ અભિનેત્રી અભિનેતાના દેખાવ અને તેના સ્ટારડમનો જોઈને આકર્ષાય છે. બંને પોતાનું જીવન જીવવાનું પણ નક્કી કરે છે, પરંતુ લગ્નના થોડા જ સમયમાં બંને અલગ થવાનો પણ નિર્ણય કરી લેતા હોય છે. આવા આપણે ઘણા સિતારાઓ જોયા હશે જેને લગ્ન બાદ છૂટાછેડા પણ લીધા હશે, પરંતુ એ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે અભિનેતાઓના લવ મેરેજ હોવા છતાં પણ છૂટાછેડા વખતે તેમને કરોડોની રકમ પણ ચૂકવવી પડી છે. ચાલો જણાએ એવા જ કેટલાક ખ્યાતનામ અભિનેતાઓ વિશે.

Image Source

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા:
સલમાન ખાનની ભાભી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડાની ચર્ચાઓ થોડા સમય પહેલા જોરશોરથી ચાલી રહી હતી, અત્યારે પણ કોઈને કોઈ રીતે આ મુદ્દો ચર્ચામાં આવે જ છે. એ બંનેએ 12 ડિસેમ્બર 1988ના રોજ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ બંનેને એક બાળક પણ હતું પરંતુ વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થયા. મલાઈકાએ અરબાઝ પાસે ભરણ પોષણ માટે 15 કરોડનો દાવો કર્યો હતો.

Image Source

ઋત્વિક રોશન અને સુઝાન ખાન:
વર્ષ 2000માં અભિનેતા ઋત્વિક રોશનના લગ્ન સુઝાન ખાન સાથે થયા હતા જ્યારે બંનેના 2014માં અલગ થવાના સમાચાર આવ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને તેની ચર્ચાઓ પણ ખુબ જ થવા લાગી હતી. સુઝાન ખાને ઋત્વિક ઉપર 400 કરોડનો દાવો કર્યો હતો ત્યારે 380 કરોડમાં સમજૂતી થઇ હતી.

Image Source

કરિશ્મા કપૂર અને સંજય કપૂર:
કરિશ્મા અને સંજય કપૂરના લગ્ન 2003માં થયા હતા અને બંનેના છૂટાછેડા વર્ષ 2013માં થયા, કરિશ્માએ ભારણ પોષણ માટે સંજય પાસે 14 કરોડ માંગ્યા હતા અને આ સિવાય દર મહિને 10 લાખનો ખર્ચ પણ માંગ્યો હતો, કરિશ્માને બે બાળકો પણ હતા જે તેની પાસે જ છે.

Image Source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ:
અભિનેતા સૈફ અલી ખાન તો અત્યારે કરીના કપૂર સાથે લગ્ન કરીને સુખી લગ્ન જીવન વિતાવી રહ્યો છે પરંતુ એના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે વર્ષ 1991માં થયા હતા અને તેમના છૂટાછેડા 2004માં થયા હતા, ભારણ પોષણ માટે અમૃતાએ 5 કરોડનો દાવો કર્યો હતો.

Image Source

સંજય દત્ત અને રિયા પિલ્લે:
બોલીવુડમાં બાબા તરીકે ઓળખાતા સંજય દત્ત ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહ્યા હતા, સાથે જ તેના લગ્ન રિયા પિલ્લે સાથે વર્ષ 1998માં થયા અને બંનેના છૂટાછેડા 2008માં થયા ત્યારે સંજય દત્ત દ્વારા રિયા પિલ્લેને 8 કરોડ સાથે એક લક્ઝુરિયસ કાર પણ આપવામાં આવી હતી.