બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે જેઓ ફિલ્મોમાં તો એકબીજા સાથે દમદાર અભિનય કરે છે અને લોકોનું દિલ જીતે છે પણ અસલ જીવનમાં તેઓ એકબીજા સામે આવવાથી પણ અસહજ થઇ જાય છે. આજે તમને એવા જ કલાકારો વિશે જણાવીશું કે તેઓ એકબીજાના એટલા કટ્ટર દુશ્મન છે કે એકબીજાની સામે પણ આવવા નથી માગતા.

1. ઐશ્વર્યા રાય-સલમાન ખાન:
ઐશ્વર્યા રાઈ અને સલમાન ખાન એક સમયે રિલેશનમાં રહી ચુક્યા છે. બંન્નેના રિલેશનની ચર્ચા ચારે તરફ થતી હતી. જો કે સલમાનના વ્યવહારને લીધે ઐશ્વર્યાએ દુરી બનાવી લીધી અને બ્રેકઅપ કરી લીધું. આજે બંન્ને એકબીજાની સામે આવવાથી પણ અસહજ થઇ જાય છે.

2. સલમાન ખાન-વિવેક ઑબેરૉય:
સલમાન ખાન અને વિવેક ઑબેરૉય એક સમયે ખુબ સારા મિત્રો હતા. સલમાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા વિવેકને ડેટ કરવા લાગી હતી, જે સલમાનને પસંદ આવ્યું ન હતું. જેને લીધે સલમાન-વિવેક એકબીજાના દુશ્મન બની ગયા, અને એકબીજાની સામે પણ નથી આવતા.

3. સલમાન ખાન-અરિજિત સિંહ:
સલમાન ખાન અને અરિજિત સિંહ એકબીજાને નાપસંદ કરે છે. સલમાન પબ્લિકલી પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચુક્યા છે.

4. રેખા-અમિતાભ બચ્ચન:
એક સમયે અમિતાભજી-રેખાની જોડી ખુબ લોકપ્રિય માનવામાં આવતી હતી. ફિલ્મોની સાથે સાથે લોકો અસલ જીવનમાં પણ આ જોડીને પસંદ કરવા લાગ્યા હતા. પણ આજના સમયે બંન્ને વચ્ચે એટલો અણગમો છે કે તેઓ એકબીજાની સામે પણ આવવા નથી માંગતા.

5.કરીના કપૂર-બૉબી દેઓલ:
ફિલ્મ ‘જબ વી મેટ’માં ઈમ્તિયાઝ અલી અભિનેતા બૉબી દેઓલને કાસ્ટ કરી રહયા હતા. પણ છેલ્લા સમયે કરીનાએ આ રોલ અભિનેતા શાહિદ કપૂરને અપાવી દીધો. ત્યારથી કરીના અને બૉબી એકબીજાના દુશ્મન બની ગયા અને એકબીજાની સામે પણ આવવા નથી માગતા.

6. જૉન અબ્રાહમ-બિપાશા બાસુ:
જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ એક સમયે રિલેશનમાં રહી ચુક્યા છે. બંન્ને ખુલ્લેઆમ પોતાના રિલેશનને જગજાહેર કરતા હતા. બંન્નેએ એકસાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ બંન્ને વચ્ચેના અમુક મનમુટાવને લીધે તેઓ અલગ થઇ ગયા જેના પછીથી એકબીજાની સામે પણ આવવા નથી માંગતા.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.