બોલીવુડના 7 અભિનેતાઓ જેના બે થી વધારે છે બાળકો, એક તો છે છ બાળકોના પિતા

ખુબ જ સુંદર ફેમિલી છે આ 7 સ્ટાર્સની, એક ને તો છે ૬ – ૬ બાળકો

લોકો પોતાના ફેવરિટ કલાકારોની લાઈસ્ટાઇલ, ફેશન, પરિવાર વિશે જાણવા માટે ખુબ જ ઉત્સુક હોય છે. આજના સમયમાં તો કલાકારોના બાળકો વિશે પણ જાણવામાં લોકો દિલચસ્પી રાખે છે. જો કે આજના સમયમાં લોકો માટે ‘હમ દો હમારે દો નું’ સૂત્ર લાગુ પડે છે પણ બોલીવુડમાં એવા ઘણા અભિનેતાઓ છે કે જેના બે કરતા પણ વધારે બાળકો છે. આવો તો જણાવીએ આવા અભિનેતાઓ વિશે.

1. શાહરુખ ખાન:
શાહરુખ ખાન ત્રણ બાળકોના પિતા છે. શાહરુખની પત્નીએ દીકરા આર્યન ખાન અને અને સુહાના ખાનને જન્મ આપ્યો હતો જેના પછી સેરોગેસી ટેક્નિક દ્વારા બંન્ને ત્રીજી વાર માતા-પિતા બન્યા હતા અને ત્રીજા દીકરા અબરામ ખાનનો જન્મ થયો હતો.

2. શત્રુઘ્ન સિંહા:
અભિનેતાથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિંહા ત્રણ બાળકોના પિતા છે. તેના બે જુડવા દીકરાઓ લવ-કુશ સિંહા અને દીકરી સોનાક્ષી સિંહા છે.

3. અનિલ કપૂર:
પોતાની ફિટનેસને લીધે ચર્ચામાં રહેતા અનિલ કપૂરે વર્ષ 1984 માં સુનીતા કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના ત્રણ બાળકો છે જેમાં બે દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂર અને દીકરો હર્ષવર્ધન કપૂર છે.

4. સંજય દત્ત:
સંજય દત્ત ત્રણ બાળકોના પિતા છે સૌથી મોટી દીકરી ત્રિશા દત્ત છે જે સંજય અને તેની પહેલી પત્ની પની રિચા શર્માની દીકરી છે. રીચાનું બ્રેન ટ્યુમરને લીધે નિધન થઇ ગયું હતું જેના પછી સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા હતા અને એક દીકરી અને દીકરો છે.

5. આમિર ખાન:
બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાનના બે વાર લગ્ન થયા છે. તેની પહેલી પત્નીથી દીકરી ઇરા ખાન અને દીકરો જુનૈદ ખાન છે જયારે બીજી વાર લગ્ન થયા ત્યારે પત્ની કિરન રાવે દીકરા આજાદ ખાનને જન્મ આપ્યો હતો. આમ આમિર ખાનના ત્રણ બાળકો છે.

6. સૈફ અલી ખાન:
ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહેનારા સૈફ અલી ખાને પણ બે વાર લગ્ન કર્યા છે. સૈફે ખુબ નાની ઉંમરે પોતાનાથી 12 વર્ષ મોટી અભિનત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાન છે. જેના પછી વર્ષ 2012 માં સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને દીકરા તૈમુર અલી ખાનનો જન્મ થયો હતો. februari ૨૦૨૧માં કરીનાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. આમ જોઈએ તો સેફ અલી ખાનને ચાર બાળક થઇ ગયા છે.

7. ધર્મેન્દ્ર:
અભિનેતા ધર્મેન્દ્ર કુલ છ બાળકોના પિતા છે. ધર્મેન્દ્ર અને તેની પહેલી પત્નીથી બે દીકરા સની દેઓલ અને બોબી દેઓલ અને બે દીકરીઓ વિજેતા દેઓલ અને અજેતા દેઓલ છે. પત્ની સાથેથી અલગ થઇ ગયા પછી ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા અને બે દીકરીઓ ઈશા દેઓલ અને આહના દેઓલ છે.

Dhruvi Pandya