ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતથી લઈને ઇમરાન હાશ્મી સુધી, જાહેર સ્થળ પર આ 6 એક્ટર્સને પડી હતી થપ્પડ

6 નંબર વાળો તો એવો બોડી બિલ્ડર છે તો પણ તેની બાયડીએ જાહેરમાં થપ્પડ ઝીંકી, જુઓ તસ્વીરો

નાના અથવા મોટા પડદા પર લોકોનું દિલ જીતનારા એક્ટર્સ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ઘણા મામલા એવા સામે આવ્યા હતા કે, એક્ટર્સને જાહેરમાં થપ્પડનો સામનો કરવો  પડયો હતો.

આવો જાણીએ આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે.

1.સુભાષ કપૂર

Image source

‘જોલી એલએલબી’ જેવી ફિલ્મને ડાયરેક્ટ કરી ચુકેલો સુભાષ કપૂર એક્ટ્રેસ ગીતીકા કપૂરની થપ્પડ ખાઈ ચુક્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં ગીતીકા સુભાષની પત્ની ડિમ્પલ ખરબંદાની સામે જ થપ્પડ મારતી નજરે આવી હતી. આ સમયે એક્ટ્રેસ સુભાષ કપૂર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ પણ લગાડ્યો હતો.

2.ગૌહર ખાન

Image source

ગૌહર ખાન જ્યારે રેમ્પ વોક કરી રહી હતી ત્યારે એક માણસે સ્ટેજ પર આવીને તેને થપ્પડ મારી દીધી હતી. પોલીસની પુછપરછ દરમિયાન આ શખ્સે કહ્યું હતું કે, ગૌહરે ઇસ્લામ મુજબના કપડાં પહેર્યા ના હતા. તેને બહુ જ નાના કપડા પહેર્યા હતા જેના કારણે આ પગલું ભર્યું હતું.

3.ઇમરાન હાશ્મી

Image source

બોલીવુડમાં સિરિયલ કિસરના નામથી જાણીતો ઇમરાન હાશ્મીએ એક ઇન્ટરવ્યૂમાં કબુલ્યું હતું કે, તેની પત્નીએ નારાજ થઈ જાહેર સ્થળ પર થપ્પડ મારી દીધી હતી. ઇમરાનના જણાવ્યા અનુસાર, તેની પત્ની પરવીન તેને લઈને ઘણી પઝેસિવ છે.

4.સુશાંત સિંહ રાજપૂત

Image source

વર્ષ 2013માં અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતને બધાની સામે થપ્પડ મારી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અંકિતા અને સુશાંત તે સમયે લિવ ઇનમાં રહેતા હતા. એક નાઈટ ક્લ્બમાં બંને વચ્ચે શું થયું ખબર નહીં પરંતુ અચાનક જ અંકિતાએ સુશાંતને થપ્પડ મારી દીધી હતી.

5.આર્યન વૈદ

Image source

જાહેરમાં પત્નીની થપ્પડ ખાનારા લિસ્ટમાં મશહૂર કલાકાર આર્યન વૈદ પણ શામેલ છે. કહેવામાં આવે છે કે, કોઈ વાતને લઈને તેની પત્ની સાથે ઝઘડો થઇ ગયો હતો. જે બાદ જયારે આર્યન શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની એલેકઝેડરિયા શૂટિંગ પર પહોંચી ગઈ હતી. બધાની સામે થપ્પડ મારી દીધી હતી.

6.કરણસિંહ ગ્રોવર

Image source

ત્રણ લગ્ન કરનારો કરણ સિંહ ગ્રોવરની લવ અને મેરેજ લાઈફ બંને ચર્ચામાં રહી છે. કરણની બીજી પત્ની જેનિફરે તેને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. આ બંને વચ્ચે શું થયું હતું તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.