ખબર

ફિલ્મ ‘શોલે’ ના આ દિગ્ગજ અભિનેતાનું મુંબઈમાં થયું અવસાન, વાંચો સમગ્ર અહેવાલ

બોલિવૂડની સૌથી પ્રસિદ્ધ ફિલ્મ શોલેના કાલિયાનું પાત્ર ભજવનાર પ્રસિદ્ધ અભિનેતા વિજુ ખોટેનું આજે 30 સપ્ટેમ્બરના રોજ નિધન થઇ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, 78 વર્ષીય વિજુ ખોટે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમને મુંબઈ સ્થિત પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા. વિજુ ખોટેએ મરાઠી ઇન્ડસ્ટ્રીમાં 300થી વધુ ફિલ્મોની સાથે સાથે જ બીજી અન્ય ભાષાની ફિલ્મોમાં પણ ઉલ્લેખનીય કામ કર્યું છે. ફિલ્મ શોલેમાં ગબ્બરના એક ડાયલોગ કિતને આદમી થે? માં કાલિયા જવાબ આપે છે કે સરદાર દો આદમી થે, ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો.

વિજુ ખોટે વર્ષ 1964થી ફિલ્મ જગત સાથે જોડાયા હતા. ફિલ્મ શોલે બાદ તેમને ફિલ્મ અંદાજ આપણા અપનામાં રોબર્ટની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. ફિલ્મીજગતની સાથે જ તેમના ચાહકો પણ દુઃખી છે.વિજુ ખોટેએ 300થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ 1964ની સાલથી અભિનય ક્ષેત્રે સક્રિય હતા. ફિલ્મ શોલે બાદ ‘અંદાજ અપના અપના’માં રૉબર્ટની ભૂમિકા પણ ભજવી હતી. અને ખુબ જ લોકપ્રિય બન્યા હતા.

વિજુ ખોટેના અંતિમ સંસ્કાર સવારે 11 વાગે કરવામાં આવશે.

Author: GujjuRocks Team