મનોરંજન

આ મહાન અભિનેતાએ સ્વરૂપવાન યુવતીની છેડતી કરી પછી પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

બોલીવુડમાં ફરી આવ્યો ભૂકંપ, આ મોટા અભિનેતાની ખરાબ હરકતથી બૉલીવુડ પર ફરી કીચડ ઉડ્યું, જાણો વિગત

બોલીવુડના ઘણા અભિનેતાઓ ઉપર પોતાની સાથે કામ કરતી અભિનેત્રીઓ અને સહાયક તરીકે કામ કરતી મહિલાઓ શારીરિક છેડછાડના આરોપો લગાવતી હોય છે. હવે એવો જ એક આરોપ જાણીતા અભિનેતા વિજય રાજ ઉપર લગાવવામાં આવ્યો છે. તેની સોમવારના રોજ મહારાષ્ટ્રના ગોંદિયાથી ધરપકડ કરવામાં આવી છે.

Image Source

હાલમાં જ આ મામલામાં ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે થોડા દિવસ પહેલા જ વિજય રાજ પોતાની ટિમ સાથે ફિલ્મના શૂટિંગ માટે બાલાઘાટ ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તે સમયે જ કથિત રૂપે તેના ઉપર મહિલાએ છેડછાડનો આરોપ લગાવ્યો છે. હજુ સુધી આ મામલામાં અભિનેતા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

Image Source

વિજય રાજ પોતાની આવનારી ફિલ્મ “શેરની”ના શૂટિંગ માટે બાલાઘાટ પહોંચ્યો હતો. આ મામલાની અંદર મીડિયા રિપોર્ટનું માનીએ તો તેમને વિજય રાજની ધરપકડ ગોંદિયાની એક હોટેલમાંથી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેના વિરુદ્ધ ગોંદિયા રામનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 354 (A & D) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે અભિનેતા તરફથી પ્રતિક્રિયા આવવાની બાકી છે.

Image Source

તમને જણાવી દઈએ કે 57 વર્ષીય વિજય રાજે પોતાની કારકિર્દીમાં ઘણા આઇકોનિક પાત્રો નિભાવ્યા છે. વિજય અભિષેક બચ્ચનની ફિલ્મ “રન”માં “કૌઆ બિરિયાની”ના પાત્ર દ્વારા ખુબ જ પ્રખ્યાત બન્યો હતો. આ ઉપરાંત પણ તે ઘણી બધી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યો છે. તેને 1999માં આવેલી ફિલ્મ “ભોપાલ એક્સપ્રેક્સ” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.