લોકડાઉનના કારણે ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને લોકો ઉત્સાહમાં આવી ગયા. સાથે રામાયણમાં અભિનય કરનારા અભિનેતાઓના જીવન વિશે પણ સોશિયલ મીડિયામાં અને સમાચારમાં જાણવા મળ્યું, આજે રામાયણનું પ્રસારણ પૂર્ણ થઇ ગયું છે પરંતુ ઉત્તર રામાયણની શરૂઆત થઇ ગઈ છે, તેવામાં જ હવે રામાયણમાં 3 અભિનય કરનાર એક અભિનેતા વિશે પણ રોચક માહિતી સામે આવી છે, તેમને રામાયણમાં શિવજી, રાવણના સસરા અને વાલ્મિકીનો અભિનય કર્યો હતો.

આ ત્રણ અભિનય કરનાર આભિનેતાનું નામ હતું વિજય કવિશ. હાલમાં ચાલી રહેલા ઉત્તર રામાયણમાં વાલ્મિકીનું પાત્ર ખુબ જ મહત્વનું છે, આ મહત્વના પાત્રને પણ વિજય કવિશે નિભાવ્યું છે. આ ઉપરાંત તેમને મુખ્ય રામાયણમાં શિવજી અને રાવણના સસરાનો પણ કિરદાર નિભાવ્યો હતો.

ઉત્તર રામાયણમાં એમના વાલ્મિકી અભિનયની વાત કરીએ તો જયારે રામે સીતાનો ત્યાગ કર્યો હતો ત્યારે સીતા માતાને વાલ્મીકિએ તેમના આશ્રમમાં જ આશરો આપ્યો હતો અને ત્યાં જ લવ અને કુશનો પણ જન્મ થયો હતો, જો કે વાલ્મિકીના કિરદારમાં અભિનેતા વિજય કવિશનો ચહેરો સફેદ દાઢીના કારણે આખો ઢાંકાયેલો છે જેના કારણે તેમને ઓળખવા મુશ્કેલ બને છે.

રામાયણમાં પણ તેમને શિવનું પાત્ર નિભાવ્યું છે, જયારે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ કરતી વખતે રામસેતુ બનાવતા પહેલા શિવલિંગની સ્થાપના કરે છે ત્યારે ભગવાન શિવ પ્રગટ થાય છે. આ ભગવાન શિવના કિરદારમાં આપણે વિજય કવિશને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.

બીજા એક પાત્રમાં પણ વિજય કવિશ જોવા મળ્યા હતા. એ હતો રાવણના સસરાનો. મંદોદરીના પિતા તરીકે પણ તે જોવા મળે છે, આ કિરદારમાં પણ તેમને ઓળખવા મુશ્કેલ બને છે. એક ઇન્ટરવ્યૂમાં વિજયે જણાવ્યું હતું કે રામાનંદ સાગરે તેમને ભગવાન શિવના અભિનય માટે પસંદ કાર્ય હતા.

આજે વિજય કવિશ અભિનય ક્ષેત્રમાં ક્યાંય જોવા નથી મળી રહ્યા, પરંતુ એક રાઇટર એને ડાયેરેક્ટરના રૂપમાં આજે પણ તે ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે એવું પણ જાણવા મળ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.