બોલીવુડથી લઈને ઢોલીવુડ સુધી પોતાના અભિનયનો જલવો બતાવનાર આ ખ્યાતનામ ગુજરાતી અભિનેતા બંધાયો લગ્નના બંધનમાં, જુઓ શાનદાર તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા. છે ત્યારે ઘણા બધા સેલેબ્સના લગ્નની ખબર પણ સામે આવી છે. ગુજરાતમાં પણ ઘણા કલાકારો લગ્નના બંધનમાં બંધાયા, થોડા દિવસ પહેલા જ લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલે પણ લગ્ન કર્યા, તો ઢોલીવુડ અને બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી જયકા યાજ્ઞિક પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. ત્યારે હવે વધુ એક અભિનેતાના લગ્નની ખબર સામે આવી છે.

બોલીવુડની ફિલ્મ “પીએમ મોદી” અને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા તુષાર સાધુ હાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તુષારે ગત 6 ફેબ્રુઆરીના રોજ નિર્જિતા શાહ સાથે લગ્નના સાત ફેરા ફરીને પ્રભુતામાં પગલાં માંડયા હતા. સામે આવેલી તસ્વીરોમાં લગ્નનો રજવાડી ઠાઠ માઠ જોવા મળી રહ્યો છે.

તુષાર સાધુના લગ્ન એક અંગત કાર્યક્રમની અંદર યોજાયા હતા, જેમાં પરિવારના સભ્યો  અને નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તુષારે ઈ ટાઈમ્સ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “હું નિર્જિતા સાથે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા ખુબ જ ખુશ છું.”

તુષારે આગળ જણવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ શક્ય બની ગયું છે. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે હું મારા પ્રેમ માટે કેટલો ખુશ છું. હું હંમેશા તેનો હાથ પકડીને મારા જીવન પથ ઉપર ચાલવા માંગુ છું.” સામે આવેલી તસ્વીરોમાં તુષાર તેની પત્ની સાથે લગ્નના રિવાજો નિભાવતો જોવા મળી રહ્યો છે.

તુષારે હાલમાં જ પોતાના લગ્નની કેટલીક તસવીરો પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. જેમાં તે ક્રીમ રંગની શેરવાનીમાં નિર્જિતા સાથે જોવા મળી રહ્યો છે. તો નિર્જિતા પણ લગ્નના લાલ રંગના જોડામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એક તસવીરમાં તુષાર અને નિર્જિતા બંને લગ્નના રિવાજો નિભાવી રહ્યા છે.

આ ઉપરાંત અન્ય તસ્વીરોમાં નિર્જિતા અને તુષાર કેમેરા સામે પોઝ પણ આપતા જોવા મળી રહ્યા છે. તો અન્ય એક તસવીરની અંદર તુષાર ઘોડા ઉપર બેઠેલો પણ જોવા મળી રહ્યો છે. તુષાર દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમજ તુષારના ચાહકો સાથે ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરીને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તુષાર સાધુ ઘણા વર્ષોથી અભિનય સાથે સંકળાયેલા છે. તેમને ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. સોશિયલ મીડિયામાં પણ તે 50 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે, તેમની ફિલ્મ “કેમ છો ?” ખુબ જ વખાણવામાં આવી હતી. જે 17 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Tushar Sadhu (@sadhutushar)

તમને જણાવી દઈએ કે તુષારે બોલીવુડની “પીએમ મોદી” ફિલ્મમાં કામ કર્યું છે, આ ઉપરાંત તેમના ગુજરાતી ફિલ્મોના કેરિયર વિશે વાત કરીએ તો તેમણે “દેશબુક, રોમીઓ એન્ડ રાધિકા, તું તો ગયો, રતનપુર, કેમ છો ? અને કરો કંકુના” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તુષારના અભિનયના ખુબ જ વખાણ થયા હતા.

Niraj Patel