BREAKING: શાહરુખ ખાનના ઓન સ્ક્રીન પિતાનું નિધન, ઇન્ડસ્ટ્રીને પડ્યો વધુ એક મોટો ફટકો, 75 વર્ષની કહ્યું અલવિદા

મનોરંજન જગતમાંથી વધુ એક દુઃખદ ખબર સામે આવી છે. જેમાં હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનય માટે પ્રખ્યાત અભિનેતા સુનિલ શેંડેનું 75 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમને આજે એટલે કે 14 નવેમ્બરના રોજ મુંબઈના વિલે પાર્લે ઇસ્ટમાં આવેલા તેમના નિવાસ સ્થાને લગભગ રાત્રે 1 વાગે છેલ્લા શ્વાસ હતા. તેમના અચાનક નિધનના કારણે ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

અભિનેતા સુનિલ શેંડે બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે ટીવી ધારાવાહિક સર્કસમાં કામ કર્યું હતું. આ ધારાવાહિકમાં તેમને શાહરુખના પિતાનું પાત્ર નિભાવ્યું હતું. આ ઉપરાંત તેમને ફિલ્મ “ગાંધી”, “સરફરોશ”, “મધુચન્દ્રચી રાત”, “નરસિમ્હા” અને “જસ બાપ તાશે પોર” જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ મહત્વનું ભૂમિકા નિભાવી હતી.

સુનિલ તેમની પાછળ તેમની પત્ની જ્યોતિ અને બે દીકરા ઋષિકેશ અને ઓમકારને છોડી ગયા છે. તેમના પરિવારમાં તેમના દીકરાની પત્નીઓ અને પૌત્ર અને પૌત્રીઓ પણ છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે પરાશીવાળાના સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમના નિધનની ખબરથી ફિલ્મ જગતમાં પણ શોકનો માહોલ છે.

સુનિલ શેંડેના નિધન બાદ તેમના ચાહકો પણ ખુબ જ દુઃખી છે. તેમના નિધન વિશે માહિતી આપતા ટ્વિટર યુઝર પવન ઝાએ લખ્યું, “પ્રખ્યાત હિન્દી અને મરાઠી અભિનેતા સુનીલ શેંડેનું નિધન થયું છે. વર્ષ 1982માં આવેલી ફિલ્મ ‘ગાંધી’માં તેણે ખૂબ જ નાની ભૂમિકા ભજવી હતી. સુનીલ શેંડેની બે તસવીરો શેર કરતા પવન ઝાએ આગળ લખ્યું, “તેમણે 80 અને 90ના દાયકામાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવ્યા હતા. તેમણે દૂરદર્શન પર ટીવી શો ‘સર્કસ’માં શાહરૂખ ખાનના બાબુજીનું પાત્ર ભજવ્યું હતું. ‘સર્કસ’માં તે સર્કસનો માલિક બન્યો. તેનું અને શાહરૂખનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Niraj Patel