મનોરંજન

ઈરફાન, રિશી કપૂર પછી બોલીવુડને હજુ એક ફટકો…PK ફિલ્મના અભિનેતાનું કેન્સરને લીધે નિધન થયું- જાણો વિગત

બોલીવુડની સૌથી સફળ ફિલ્મ PKમાં અભિનય કરનાર અભિનેતા સાઈ ગુંડેવરનું બ્રેઈન કેન્સરના કારણે નિધન થયું છે. સાઈ 42 વર્ષના હતા અને ગયા એક વર્ષથી તે બ્રેન કેન્સર સામે જીવનની જંગ લડી રહ્યા હતા. સાઈએ ફિલ્મ પીકે ઉપરાંત ફિલ્મ રોક ઓનમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sai Gundewar (@saizworld) on

સાઈ અમેરિકામાં ઈલાજ કરાવી રહ્યા હતા તે દરમિયાન જ તેમનું નિધન થયું છે. સાઈના નિધનના કારણે તેમના પરિવાર અને બોલીવુડના સાથી મિત્રોને પણ ઘણું જ દુઃખ પહોંચ્યું છે. તેમને ગયા વર્ષે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને પોતાની બીમારી વિષે જાણ કરી હતી, સાથે જ તેને પોતાના ઘણા ફોટો પણ શેર કાર્ય હતા.

 

View this post on Instagram

 

A post shared by Sai Gundewar (@saizworld) on

છેલ્લા 7 મહીનાથી સાઈ સોશિયલ મીડિયાથી દૂર હતા. જેના કારણે તે ના પોતાના કોઈ ફોટો શેર કરતા હતા ના કોઈ પોસ્ટ કે ના કોઈપણ પ્રકારની જાણકારી તેમને શેર કરી હતી. કેન્સર થયા બાદ પણ સાઈએ પોતાના પહેલા કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેમની ચહેરા અને શરીરમાં થયેલો બદલાવ પણ જોઈ શકાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sai Gundewar (@saizworld) on

સાઈના નિધનના સમાચાર મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક ટ્વીટ કરી અને આપ્યા હતા સાથે જે તેના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના પણ કરી હતી. તેમને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે” ભારતીય ફિલ્મ ઉદ્યોગે પોતાના પ્રતિભાશાળી અભિનેતાને ખોઈ નાખ્યો છે.

સાઈએ પીકે અને રોકઓન  સિવાય પણ બીજી ઘણી ફિલ્મોમાં નાના મોટા અભિનય કાર્ય છે. આ ઉપરાંત તે મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Author: GujjuRocks Team