કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનજાહેર કરવામાં આવ્યું અને લોકડાઉનના કારણે ઘણા લોકોના વેપાર ધંધા પણ બંધ થઇ ગયા, લોકોને રોજી રોટી કમાવવા માટે મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો છે, આ દરમિયાન ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝના માથે પણ મોટી મુસીબત આવી ગઈ છે, કારણ કે લોકડાઉનના કારણે શૂટિંગો પણ અટકી પડ્યા છે જેના કારણે ઈન્ડસ્ટ્રીઝમાં સામાન્ય કામ કરનાર વ્યક્તિથી લઈને કલાકાર સુધી સૌને મોટી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન જ ટીવીની ધરાવહિકના એક સફળ અને મોટા અભિનેતા રોનિત રોય દ્વારા પણ પરિસ્થિતિનો ખુલાસો કરવામાં આવ્યો છે. રોનિતે જણાવ્યું છે કે જાન્યુઆરી પછી તેની પાસે કોઈ કામ જ નથી તેમજ તેને પોતાના ઘરનો સમાન પણ વેચવો પડી રહ્યો છે.

એક મીડિયા ચેનલ સાથે વાત કરતા રોનિતે જણાવ્યું હતું કે “મને આ વર્ષે જાન્યુઆરીથી કોઈ કમાણી થઇ નથી, મારો એક બિઝનેસ પણ હતો જે ચાલી રહ્યો હતો પરંતુ લોકડાઉનના કારણે માર્ચથી જ તે બંધ પડ્યો છે. મારી પાસે જે કંઈપણ છે તેને હું વેચી અને 100 પરિવારોને મદદ કરી રહ્યો છું જે મારા ઉપર જ નિર્ભર છે, હું એટલો બધો અમીર વ્યક્તિ નથી પરંતુ છતાં પણ હું મારી રીતે મદદ કરવાનો પ્રયત્ન કરીશ.”

રોનિતે આગળ જણાવતા કહ્યું હતું કે: “પ્રોડક્શન હાઉસ અને ચેનેલે પણ લોકોની મદદ કરવી જોઈએ, જો આવા સમયમાં તમે કલાકારોની મદદ નહીં કરો તો તે યોગ્ય નથી. તમે તેમને 90 દિવસ પછી ચુકવણી કરવાના છો પરંતુ હાલ તેમને જરૂર છે, તેમને હમણાં આપો તે ભખયા નથી રહી શકતા.”

રોનિત રોયે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, હાલ તે ટીવી જગતનો એક શ્રેષ્ઠ અભિનેતા છે, તેને કસોટી જિંદગી કી, અદાલત જેવી સફળ ધારાવાહિકમાં કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.