આ જાણિતી 23 વર્ષિય અભિનેત્રીએ કરી આત્મહત્યા, પિતાએ કર્યો મોટો ખુલાસો

23 વર્ષિય અભિનેત્રીની પંખાથી લટકેલી મળી લાશ, પિતાએ ખોલ્યું દર્દનાક રાઝ

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર તો ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યા. છેલ્લા કેટલાક સમયમાં જ કેટલીક અભિનેત્રીઓના આત્મહત્યાના સમાચાર આવ્યા હતા. ત્યાં હવે વધુ એક ટીવી અભિનેત્રીના આત્મહત્યાના સમાચાર હાલ સામે આવ્યા છે. લોકપ્રિય ઉડિયા ટેલિવિઝન અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી લીધી છે. 18 જૂનની રાત્રે, ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાં સ્થિત એક ભાડાના મકાનમાંથી 23 વર્ષની અભિનેત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે લાશનો કબજો મેળવીને તપાસ માટે મોકલી આપ્યો હતો.

એક્ટ્રેસના પિતાએ લિવ-ઈન પાર્ટનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિરેખા ઓઝા રાજધાની ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં ભાડાના મકાનમાં તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. અહીં તેની લાશ પંખાથી લટકતી મળી આવી હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. રશ્મિરેખા અને સંતોષ સાથે પતિ-પત્ની તરીકે રહેતા હતા. રશ્મિરેખાના પિતાએ તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રા પર આરોપ લગાવ્યો છે કે સંતોષે મારી દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરી છે.

અભિનેત્રીના પિતાએ જણાવ્યું કે શનિવારે રશ્મિરેખા અમારા ફોનનો જવાબ આપી રહી ન હતી. આ પછી સંતોષે જ અમને રશ્મિરેખાના મોતની જાણકારી આપી. જોકે, આત્મહત્યા પહેલા અભિનેત્રીના પિતાને ખબર ન હતી કે તેમની પુત્રી લિવ-ઈન રિલેશનશિપમાં છે. તેમને ઘરના માલિક પાસેથી આ માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે અને રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે.

અભિનેત્રી જગતસિંહપુર જિલ્લાની હતી, અભિનયમાં કારકિર્દી બનાવવા માટે ધોરણ 12 પાસ કર્યા પછી તે ભુવનેશ્વર આવી હતી. તે સિરિયલ ‘કેમિટી કહીં કહા’માં તેના રોલથી લોકપ્રિય બની હતી. તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા બંગાળી સિનેમાની અભિનેત્રી બિદિશા ડે મજુમદારનો મૃતદેહ તેના કોલકાતા એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પોલીસે ઘરનો દરવાજો તોડી લાશને બહાર કાઢી હતી.

બિદિશાએ એક સુસાઈડ નોટ પણ મૂકી હતી જેમાં તેણે કામ ન મળવાની વાત કરી હતી. આ પહેલા બંગાળી અભિનેત્રી પલ્લવી પણ તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ કેસમાં આત્મહત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી અને તેના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી હતી.

Shah Jina