ખબર ફિલ્મી દુનિયા

આવ્યા વધુ એક ખરાબ સમાચાર : 65 વર્ષીય આ પ્રખ્યાત અભિનેતાનું થયું મૃત્યુ, બોલીવુડમાં શોકનો માહોલ

દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બોલીવુડમાંથી પણ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને લેખક રણજિત ચૌધરીનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. રણજિત ચૌધરીએ ફિલ્મ “ખુબસુરત”માં રાકેશ રોશનના મોટાભાઇનો અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં રેખા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

Image Source

રણજિતની બહેને અને મુંબઈ થિયેટર આર્ટિસ્ટ રાએલ પદમસી એ અધકારીક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર રણજીતના મૃત્યુના સમાચાર આપ્યા હતા. આ સાથે જ તેમને રણજિતની એક જૂની તસવીર પણ શેર કરી હતી અને તેની સાથે લખ્યું હતું: “એ લોકો માટે જે રણજિતને જાણતા હતા, ણીતમઃ વિદાય 16 એપ્રિલના રોજ થશે, સાથે 5 મે ના રોજ શોકસભા રાખવાં આવશે. જેમાં રણજીતના જીવનના કિસ્સાઓ શેર કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Raell Padamsee’s Ace (@raellpadamseesace) on

તમારી જનાકારી માટે જણાવી દઈએ કે રણજિત મુંબઈ થિયેટરના હેવીવેટ પર્લ પદમસીના દીકરા હતા. એક મનોરંજન સાઈટના અહેવાલ પ્રમાણે રણજિત 1980માં અમેરિકામાં શિફ્ટ થઇ ગયા હતા અને તે ત્યાં અભિનેતા અને લેખક હતા. રણજિતે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ “ખુબસુરત”માં જગન ગુપ્તાનો કિરદાર નિભાવ્યો હતો. રેખાની સાથે રણજિતનું ગીત “સારે નિયમ તોડ દો ” આજે પણ યાદ કરવામાં આવે છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..🙏

Author: GujjuRocks Team