ખબર મનોરંજન

ઈરફાન, ઋષિ કપૂર પછી હજુ એક અભિનેતાએ દુનિયા છોડી, બીમારી વિશે જાણીને દુઃખ થશે- જાણો વિગત

બોલિવૂડના યુવા કોમેડી એક્ટર મોહિત બઘેલનું માત્ર 27 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે નિધન થયું છે. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કસના લેખક અને દિગ્દર્શક અને ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના નિર્દેશક રાજ શાંડિલ્યાએ કરી છે. રાજના આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફેલાઈ ગયું છે.

તેને પોતાના હોમટાઉન મથુરામાં છેલ્લા શ્વાસ લીધા. ગઈ રાતે મોહિતની તબિયત ખરાબ થઇ હતી, જે પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને પછી તેને આ દુનિયાને અલવિદા કહી દીધું. તેના અચાનક નિધનથી દરેક વ્યક્તિ આઘાતમાં છે.

Image Source

જણાવી દઈએ કે, મોહિતે નાના પડદાથી લઈને મોટા પડદા પર પોતાની ઓળખ ઓછા સમયમાં જ બનાવી લીધી હતી. કોમેડી શો છોટે મિયાંથી શોબીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મોહિત બઘેલ સલમાન ખાનની ફિલ્મ રેડીમાં અમિત ચૌધરીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સલમાન સાથે ફિલ્મ જય હોમાં પણ કામ કર્યું હતું. મિલન ટોકીઝ, જબરીયા જોડી અને ડ્રીમ ગર્લ એમની કેટલીક અન્ય ફિલ્મ્સ હતી. થોડા સમય પહેલા મોહિત બઘેલે સૈફ અલી ખાન અને રાની મુખર્જીની આગામી ફિલ્મ બંટી ઓર બબલી 2 નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

રાજ શાંડિલ્યાએ ટ્વીટ કર્યું, ‘મોહિત મારા ભાઈ, આટલી જલ્દી શું હતી જવાની? મેં તને કહ્યું હતું જો તારા માટે આખી ઇન્ડસ્ટ્રી બંધ થઇ ગઈ છે. ઝડપથી સ્વસ્થ થઈને આવી જ, એ પછી જ બધા કામ શરુ કરશે. ટી સારો અભિનય કરે છે, એટલે આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઇશ. અને તારે આવવું જ પડશે. ॐ સાંઈ રામ #cancer RIP.’ આ સાથે જ ગુરપ્રીત કૌર ચઢ્ઢાએ પણ એક ટ્વિટમાં લખ્યું કે, ‘મારા સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તમને આટલી જલ્દી ગુમાવી દઈશું, એક અભિનેતા, જેમણે ફિલ્મ #Readyમાં પોતાની અદભૂત અભિનય કુશળતા બતાવી હતી.’

મોહિત બઘેલનો જન્મ 7 જૂન 1993ના રોજ મથુરા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. જણાવી દઈએ કે મોહિતે 12 વર્ષ પહેલા બાળ કોમેડી કલાકાર તરીકે મનોરંજન ઉદ્યોગમાં કામ શરૂ કર્યું હતું. તે પહેલા કલર્સના ટીવી શો છોટે મિયાંમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સોની ટીવીના પેશ્વા બાજીરાવમાં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.