ખબર ફિલ્મી દુનિયા

‘દ કાશ્મીર ફાઇલ્સ’ની શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તીને લઈને આવ્યા ખરાબ સમાચાર

હિન્દી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. મિથુનની અચાનક જ તબિયત ખરાબ થઈ જવાથી તેની આવનારી ફિલ્મ ‘દ કાશ્મીર ફાઇલ્સ’ની શૂટિંગ સ્થગિત કરવામાં આવી હતી. જો કે ફિલ્મી શૂટિંગ પૂર્ણ થઇ ચુકી છે પણ અચાનક બીમાર પડવાને લીધે એક દિવસ માટે શૂટિંગ રોકવી પડી હતી.

Image Source

પોતાની આવનારી ફિલ્મ માટે મિથુન મસૂરીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને ફૂડ પોઇઝનિંગ થવાને લીધે તેની તબિયત લથડી ગઈ હતી. ખરાબ તબિયત હોવા છતાં પણ મિથુને પોતાનું શૂટ પૂર્ણ કર્યું હતું.જો કે મિથુનની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક દિવસ પૂરતી શૂટિંગ સ્થગિત કરવામાં આવી હતી.

Image Source

ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે,”અમે બધા એક મોટા એક્શન સીન માટે શૂટિંગ કરી રહ્યા હતા, બધુ જ સારી રીતે ચાલી રહ્યું હતું પણ અચાનક પેટમાં સંક્ર્મણને લીધે મિથુન બીમાર પડી ગયા. કોઈ પણ માણસ આવી પરિસ્થિતમાં ઉભો પણ ન રહી શકે પણ આવી સ્થિતમાં મિથુન થોડીવાર માટે બહાર ગયા અને પાછા આવીને પોતાના સીન્સ પૂર્ણ કર્યા. કદાચ એટલા માટે જ મિથુન સુપરસ્ટાર છે”.

Image Source

વિવેક આગળ કહ્યું કે,”મિથુને મને કહ્યું હતું કે તે ઘણા દિવસોથી બીમાર નથી પડ્યા.તે લગાતાર મને શૂટિંગ વિશે પણ પૂછતા રહે છે. આટલી લગનની સાથે આજની પેઢીના લોકો પણ કામ નથી કરતા. મિથુન પોતાના કામ પર ખુબ ધ્યાન આપે છે અને તે ખુબ જ મહેનતી છે”.

દ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કહાની કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા અતિરેક પર આધારિત છે. વિવેકે આ ફિલ્મની ઘોષણા 2019માં કરી હતી. ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટ પર રિલીઝ થવાની હતી પણ કોરોના વાયસરને લીધે શૂટિંગ થઇ શકી ન હતી.