આ ભયંકર બીમારીની જંગ હાર્યો આ ફેમસ અભિનેતા, 30 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

છેલ્લા ઘણા દિવસોથી મનોરંજન જગતમાંથી સતત દુખદ સમાચાર આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે શનિવારના રોજ પણ મનોરંજન જગતમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકાર કિશોર દાસનું નિધન થઈ ગયું છે. જાણીતા આસામી અભિનેતાના નિધનથી દરેક જણ આઘાતમાં છે. અભિનેતાએ માત્ર 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખબર સામે આવતા જ ચાહકો અને નજીકના લોકો ચોંકી ઉઠ્યા છે. અભિનેતાએ 2 જુલાઈ શનિવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. આ બીમારીને હરાવવા માટે તે લાંબા સમયથી સારવાર પણ લઈ રહ્યો હતો, પરંતુ લાંબી લડાઈ બાદ આખરે શનિવારે તે જીવનની લડાઈ હારી ગયો. અભિનેતાના મોતના સમાચારથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા કિશોર દાસની ચેન્નાઈ પહેલા ગુવાહાટીમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન થવાને કારણે અભિનેતાને ચેન્નાઈ રીફર કરવામાં આવ્યો હતો.

કિશોર દાસને માર્ચ 2022માં એડવાન્સ ટ્રીટમેન્ટ માટે ચેન્નાઈ રિફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી વિશે વાત કરીએ તો કેન્સર ઉપરાંત કિશોર દાસ કોરોના વાયરસનો શિકાર પણ હતા. જણાવી દઈએ કે આસામી એક્ટર કિશોર દાસ પ્રખ્યાત કલાકાર હતા. જેમણે 300થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતુ. તેમાંથી તેનું એક સુપરહિટ ગીત ‘તુરુત તુરુત’ આસામ ઈન્ડસ્ટ્રીનું નંબર વન ગીત સાબિત થયું. આસામના લોકપ્રિય કલાકારોમાં અભિનેતાનું નામ સામેલ હતું.

ફિલ્મો અને ગીતો ઉપરાંત તેઓ ટેલિવિઝનની દુનિયામાં પણ સામેલ હતા. તે ટીવી શો ‘બિધાતા ઔર બંધુ’થી ઘરે-ઘરે ફેમસ થયો હતો. જે બાદ તેણે તમામ શોર્ટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં અભિનેતા કિશોર દાસે તેની એક્ટિંગના આધારે ઘણા એવોર્ડ પણ નોંધાવ્યા હતા.

વર્ષ 2019માં તેને કેન્ડિડ યંગ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2020 અને 2021માં અભિનેતાને સૌથી લોકપ્રિય અભિનેતા માટે એશિયન આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. આ જ કારણ છે કે આટલી નાની ઉંમરમાં આ દુનિયા છોડીને જતા અભિનેતાને ઘેરા આઘાત સમાન છે. ગયા મહિને અભિનેતાએ હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો હતો જે ખુબ ચર્ચામાં આવેલો.

તે ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું- ‘જે તમને મારતું નથી તે જ તમને મજબૂત બનાવે છે. કીમોથેરાપીનો આ ચોથો તબક્કો છે. તમને લાગશે કે તે સરળ છે પણ એવું નથી. મને થાક, ઉબકા, ચક્કર, નબળાઈ, ઉલ્ટી જેવી ઘણી આડઅસર થઈ રહી છે હું ડૉક્ટરની સલાહ લીધા વગર બીજી કોઈ દવા લઈ શકતો નથી.

ફેમસ અભિનેતાએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખે છે કે, હું સારા થવાની આશા રાખું છું. સાથે જ હું એવી પણ આશા રાખું છું કે સારવાર પૂર્ણ થયા પછી, ગાંઠમાં નોંધપાત્ર ઘટાડો થયો હશે. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. તમને જણાવી દઈએ કે, આ એક્ટરે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ અને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં પણ ભાગ લીધો હતો.

દોસ્તો તમને જણાવી દઈએ કે આસામના અભિનેતા કિશોર દાસ ઘણા ફેમસ સેલિબ્રિટી હતા. તેમને 300થી વધુ મ્યુજીક વિડીયોમાં કામ કર્યું હતું. આમાંથી જ એમનું એક સુપરહિટ ગીત “તુરૂક તુરૂક’ આસામ ઇન્ડસ્ટ્રીનું નંબર વન ગીત સાબિત થયું હતું.

આસામના આઅ એક્ટરનું નામ પોપ્યુલર એક્ટરોની લિસ્ટમાં આવતું હતું. નાની ઉંમરે જો કે મ્યુજીક વિડીયો સાથે સાથે એમને ઘણી મુવીઝ પણ કામ કર્યું હતું. આઅ ઉપરાંત ટીવીની દુનિયા પણ જાણીતા કલાકારોમાંથી એક હતા. એમની એક ટીવી સિરીલ ‘ બિધાતા અને બંધુ’ થી એમને ઘણું નામ બનાવ્યું હતું. એ પછી ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ એમને ઘણું સારું કામ કર્યું હતું.

Shah Jina