અભિનેતાએ મોડેલ પત્નીને એટલું માર્યું કે કાનનો પડદો ફાટી ગયો, જાણો પૂરો મામલો

0
Advertisement

દિલ્હીની મોડલે ઈન્દોરના એક અભિનેતા સાથે 10 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, તેણે પોતાના પતિ પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેને આરોપ લગાવ્યો છે કે તેના પતિએ દહેજ માટે તેની સાથે મારપીટ કરી જેમાં તેનો કનનો પડદો પણ ફાટી ગયો. તેને પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે પતિએ તેનું જીવન નર્ક બનાવી દીધું છે. લગ્નના બે મહિના બાદ જ તેનો અસલી ચહેરો સામે આવ્યો અને એ મારપીટ કરવા લાગ્યો અને પછી છોડી દીધી.

એક્ટ્રેસ અને મોડેલ 30 વર્ષીય સ્વાતિ મેહરાએ તેના પતિ પર આરોપ લગાવતા પોલીસને જણાવ્યું કે સુદામાનગર નિવાસી કર્ણ શાસ્ત્રી સાથે મુંબઈમાં 2018માં ફિલ્મ શૂટિંગ દરમ્યાન મુલાકાત થઇ હતી. તે ફિલ્મનો લીડ એક્ટર હતો. ધીરે-ધીરે તેમનામાં મિત્રતા વધી અને પછી પ્રેમ થઇ ગયો.

Image Source

તેમને 13 ફેબ્રુઆરી 2019ના રોજ લગ્ન કરી લીધા. લગ્નના બીજા મહિનાથી જ તેને પૈસાની માંગણી કરી. કર્ણએ તેની સાથે ઘણીવાર મારપીટ કરી, જેનાથી તેના કાનનો પડદો પણ ફાટી ગયો. એક વાર કારથી ઇન્દોર આવતા સમયે રસ્તામાં જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી. કર્ણે તેની કારકિર્દીનો અંત લાવવામાં કોઈ કસર છોડી નહોતી.

માહિતી અનુસાર, સ્વાતિએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. પોલીસે શૂન્ય પર કેસ નોંધીને દ્વારકાપુરી પોલીસ સ્ટેશન મોકલી આપ્યો હતો. પોલીસે નક્કર કાર્યવાહી ન કરી તો સ્વાતિ ઈન્દોર આવીને મંગળવારે એડીજી વરૂણ કપૂરને મળી હતી. હવે દ્વારકાપુરી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ કેસમાં કર્ણ શાસ્ત્રી કહે છે કે સ્વાતિ મારાથી અલગ રહે છે. આ નિર્ણય અમારા બંનેએ સંમતિથી લીધો હતો. મેં આજ સુધી તેના પર હાથ નથી ઉઠાવ્યો. તેણે મારી કારકિર્દી બગાડવાનું અને કુટુંબને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here