મનોરંજન

2021માં ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધ્રુજી ગઈ, આ મોટી અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું, જુઓ

2020ની અંદર કેટલાક કલાકારો અને સામાન્ય લોકોએ પણ સમય કરતા મૃત્યુને વહાલું કરી લીધું હતું. હવે 2021ની અંદર પણ ફિલ્મ જગતમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. કન્નડ ફિલ્મ જગતની એક ખ્યાતનામ અભિનેત્રીએ પોતાના જ ઘરે ગળે faso khaiને  દુનિયા ને અલવિદા કહી દીધું છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર કન્નડ ફિલ્મો અને બિગ બોસ કન્નડની પ્રતિસ્પર્ધી રહી ચુકેલી અભિનેત્રી જયશ્રી રમૈયાએ  સમય કરતા પહેલા જ મૃત્યુને વહાલું કરી લીધું છે.સોમવારના રોજ જયશ્રીનો મૃત- દદેહ તેના બેંગલુરુ સ્થિત ઘરની અંદરથી લટકતો મળ્યો હતો.

Image Source

ખબરો પ્રમાણે જયશ્રી છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં હતી. ગયા વર્ષે જયશ્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા પોતાના ડિપ્રેશનની વાત જણાવી હતી. ફેસબુક ઉપર એક લાઈવ સેશન દરમિયાન તેને જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે અને તેનાથી તે કંટાળી ગઈ છે. હવે તે લડી નથી શકતી. તેને ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી હતી.

Image Source

જયશ્રી છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે જ હતી અને કામ ના મળવાના કારણે પરેશાન રહેતી હતી. તેને ઘણીવાર પોતાના મિત્રોને પણ જણાવ્યું હતું કે તે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહી છે.

Image Source

જયશ્રી રમૈયાને બાળપણથી જ મોડેલિંગનો શોખ હતો. તે એક ખુબ જ સુંદર ડાન્સર પણ હતી. તેને 2015માં કન્નડ બિગબોસ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. હાલમાં પોલીસ દ્વારા મામલો દાખલ કરી લીધો છે અને જયશ્રીના શ બ ને પોસ્ટમોંમોર્ટમમાં પણ મોકલી દેવામાં આવ્યું છે.