ફિલ્મી દુનિયા

ફિલ્મી જગત પર દુઃખનો પહાડ તૂટ્યો, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા

લોકડાઉન સિનેમા જગત માટે બહુ ખરાબ સાબિત થયું છે. મનોરંજન જગતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ત્યારે મનોરંજન જગત માટે વધુ એક ખરાબ ખબર આવી છે.
ટીવી એક્ટર જાગેશ મુકાતી એ દુનિયાને અલવિદા કહી દીધું છે. 47 વર્ષીય જાગેશના નિધનની ખબર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંશોક છવાઈ ગયો છે. લોકો તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Dave(Official) (@jay_dave_official) on

અહેવાલો મુજબ, તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા તેનો કોરોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ambika (@hasmukhi) on

ઓક્સિજનનું સ્તર સતત નીચે જતું રહ્યું. જેને લઈને તેને આઈસીયુમાં દાખલ કરવામાં હતા અને છેલ્લે તેને વેન્ટિલેટરનો આશરો લેવો પડ્યો હતો. જાગેશે 10 જૂને બપોરે 3-3.15 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જાગેશે ટીવી અને ફિલ્મોની સાથે અનેક ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે. શ્રીગણેશ, અમિત કા અમિત, હંસી તો ફંસી અને મન મેં વોમાં નજરે ચડયા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અંબિકા રંજનકરએ ટીવી એક્ટર જાગેશ મુકાતીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી. અંબિકા જાગેશ સાથે કામ કરી ચૂકી છે. અંબિકાએ લખ્યું કે, દયાળુ, સહાયક અને સેન્સ ઓફ હયૂમરના માહેર…વહેલા જતા રહ્યા…આપની આત્માને સદગતિ પ્રાપ્ત થાય, ઓમ શાંતિ. પ્રિય જાગેશ તુ હંમેશા યાદોમાં રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Baroda Breaking News (@barodabreakingnews) on

જણાવી દઈએ કે, 2020 એ મનોરંજનની દુનિયા માટે અત્યંત ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં, સેલિબ્રિટી મેનેજર દિશા સાનિયાનનું હાઇ રાઇઝ બિલ્ડિંગ પરથી પડતાં મૃત્યુ થયું હતું. આ પહેલા ટીવી અભિનેત્રીઓ પ્રેક્ષા મહેતા અને મનમીતે આત્મહત્યા કરી લીધી હતી.મ નોરંજન ભગત માટે છેલ્લા કેટલાક મહિના ઘણા દુખદ સાબિત થાય છે. કારણ કે ઈરફાન ખાન, રૂષિ કપૂર, સંગીતકાર વાજિદ ખાન, પ્રીતા મહેતા, મનમીત ગ્રેવાલ, ચિરંજીવ સર્જાએ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.