ફિલ્મી દુનિયા

પોલીસે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, એક જ ફિલ્મ બધી એક્ટરને મળી ફિલ્મ

એકટર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે દરરોજ નવા-નવા ખુલાસા થાય છે. પોલિસ પણ સુશાંતે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી રહી છે. પોલીસ 15 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર જે ફિલ્મો સુશાંતના હાથમાંથી ગઈ છે તે એક ખાસ એક્ટરને જ મળી છે. ત્યારે પોલીસની એક ટિમ હવે બોલીવુડના આ એક્ટરની તપાસમાં લાગેલી છે. પોલીસ એ જાણવા માંગે છે કે, સુશાંતને જે ફિલ્મો મળવાની હતી તે એક ખાસ અભિનેતાને જ કેમ આપવામાં આવી. આગામી દિવસોમાં પોલીસ સલમાન ખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

તો વળી આ તરફ બીજી ટીમ સુશાંતના મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકોની પૂછપરછ કરી રહી છે.જ્યારે પોલીસની અન્ય એક ટીમ સુશાંતના ડિપ્રેશન પાછળના કારણો શોધી રહી છે.પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધ્યા છે. આગામી દિવસોમાં પોલીસ સલમાન ખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, શેખર કપૂર, સંજલ લીલા ભણસાલી, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ એક્ટરનો પણ એ જ પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રાક્ટ હતો. આમ છતા આ પ્રોડક્શન હાઉસે આ એક્ટરને બીજા નિર્માતાની ફિલ્મો કરવા મંજૂરી આપી હતી પણ સુશાંતને આવી પરવાનગી આપી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતે રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં શુદ્ધ દેશી રોમાંસ અને ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી છે. તે જ સમયે, તેમની ત્રીજી ફિલ્મ પાની હોવાની હતી, પરંતુ પાછળથી આ પ્રોડક્શન હાઉસે પ્રોજેક્ટ બંધ કરી દીધો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.