દુઃખદ : દિગ્ગજ અભિનેતા “યે જવાની હૈ દીવાની”ની પત્નીનું નિધન, પહેલા પતિએ દુનિયાને કીધું હતુ અલવિદા

સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા હિન્દી ફિલ્મના દિગ્ગજ અભિનેતા ફારૂક શેખના ઘરે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ફારુક શેખની પત્ની રૂપા જૈને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. ‘યે જવાની હૈ દીવાની’ એક્ટર ફારૂખ શેખનું 11 વર્ષ પહેલા નિધન થયું હતું.

ફારુક શેખની પત્ની રૂપા જૈનના મૃત્યુની પુષ્ટિ બોલિવૂડ અભિનેત્રી અને કપલની નજીકની મિત્ર શબાના આઝમીએ કરી છે. તમને જણાવી દઈએ કે ‘યે જવાની હૈ દીવાની’ એક્ટર ફારૂખ શેખ 11 વર્ષ પહેલા આ દુનિયા છોડી ગયા હતા અને હવે તેમની પત્નીનું પણ નિધન થઈ ગયું છે. શબાના આઝમીએ જણાવ્યું છે કે દિવંગત અભિનેતાની પત્ની રૂપાએ 29 ઓક્ટોબરની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. શબાના આઝમીએ કહ્યું કે, તેણીને લાગ્યું કે તેણી હજી સુધી તેના પતિના મૃત્યુમાંથી યોગ્ય રીતે બહાર આવી ન હતી અને તે એકલા હાથે પુત્રીઓનો ઉછેર કરી રહી હતી.

ફારુક શેખ એક ભારતીય અભિનેતા, પરોપકારી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા હતા. તેઓ 1973 થી 1993 દરમિયાન હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે અને 1988 અને 2002 ની વચ્ચે ટેલિવિઝનમાં તેમના કામ માટે જાણીતા હતા. તેઓ 2008 માં ફિલ્મોમાં અભિનય કરવા પાછા ફર્યા અને 28 ડિસેમ્બર 2013 ના રોજ તેમના મૃત્યુ સુધી તેમ કરવાનું ચાલુ રાખ્યું.

Twinkle