મનોરંજન

પોતાની પહેલી ફિલ્મથી હિટ થનાર અભિનેતા ફરદીન ખાન, કામ ના મળતા ફિલ્મોથી દૂર જઈ લંડનમાં વસી ગયો છે આજે

ફિલ્મોની દુનિયા પણ ખુબ જ અટપટી છે, જ્યાં પહોંચવાનું દરેકનું સપનું હોય છે, ઘણા લોકો ત્યાં પોતાની જગ્યા બનાવી પણ લેતા હોય છે પરંતુ લાંબો સમય સુધી ટકી શકતા પણ નથી, ઘણા ડિગાજ અભિએંતાઓના બાળકો પણ આ દુનિયામાં પગ મૂકે છે, તેમાં પણ ઘણા હિટ જાય છે તો ઘણા ફ્લોપ. એવા જ એક સમયના પ્રખ્યાત અભિનેતા ફિરોજ ખાનના દીકરા ફરદીન ખાન સાથે બન્યું, તેની પહેલી જ ફિલ્મ હિટ રહી પરંતુ સમય જતા તે ફ્લોપ જવા લાગ્યો અને ધીમે ધીમે તેને કામ પણ મળતું બંધ થઇ ગયું અને ફિલ્મોથી તે દૂર થઇ ગયો.

Image Source

ફરદીન ખાનને ફિલ્મોમાં ડેબ્યુ તેના પિતા દ્વારા જ થયું હતું, ફિરોજ ખાનની ફિલ્મ “પ્રેમ અગન” દ્વારા તેને બોલીવુડમાં એન્ટ્રી કરી અને પહેલી જ ફિલ્મમાં તેને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ દ્વારા પણ સન્માનવામાં આવ્યો, ત્યારબાદ તેની પાસે ઘણી ફિલ્મોની ઓફર પણ આવી અને તેને “ઓમ જય જગદીશ” થી લઈને “લવ કે લિએ કુછ ભી કરેગા” સુધીની ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો અને તેના અભિનયના વખાણ પણ થવા લાગ્યા.

Image Source

પરંતુ ત્યારબાદ તેના જીવનમાં એક ખરા સમય આવવા લાગ્યો અને ધીમે ધીમે તે ફ્લોપ પણ થવા લાગ્યો, એક સમયે ચોકલેટી અભિનેતા તરીકે ઓળખાતો અભિનેતા બોલીવુડની દુનિયા છોડી અને ગુમનામ જીવન વિતાવવા લાગ્યો, કોઈને પણ તે નજરમાં આવતો નહિ.

પરંતુ થોડા સમય પહેલા જ તેની તસવીરો વાયરલ થઇ હતી, અને તેનીઅંદર ફરદીન સાવ બદલાયેલો જોવા મળ્યો હતો. તેની શરીર સાવ બધી ગયું હતું, તેનો ચહેરો પણ સાવ બદલાઈ ગયો હતો, તેનો ચાર્મ ચાલ્યો ગયો હતો. કોઈ કહી જ ના શકે કે તે એક સમયનો ચોકલેટી અભિએન્ટ ફરદીન ખાન છે.

Image Source

ફરદીનના દેખાવવા બાદ તેના વિષે માહિતી પણ મળવા લાગી, ફરદીન હાલ લંડનમાં રહેવા લાગ્યો છે અને તે મુંબઈ પણ આવ-જા કરે છે.ફરીદીને એક સમયની પ્રખાત અભિનેત્રી મુમતાજની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.