મનોરંજન

આ 7 સંસ્કારી સેલિબ્રિટીઓએ રોમાન્સ/ ઇન્ટિમેટ સીન્સ કરવાથી કરી દીધો હતો ઇન્કાર

વાહ ગર્વની વાત, 7 સ્ટારે હોંઠ પર કિસ વાળા સીન આપવાની ચોખ્ખી ના પડી દીધી

ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીન્સ કે રોમેન્ટિક સીન્સ કરવા આજે જાણે કે સામાન્ય વાત બની ગઈ છે. એક સમય એવો પણ હતો કે બૉલીવુડ કલાકારો ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીન્સ કરવાનો ઇન્કાર કરી દેતા હતા.

જો કે આજના સમયમાં પણ ઘણા કલાકારો એવા છે જે કે જેઓ ઇન્ટીમેન્ટ સીન્સ કરવાથી પરે છે, અને આવા સીન્સ કરવાની સખ્ત મનાઈ કરી દીધી હતી. આવો તો જણાવીએ આવા કલાકારો વિશે.

Image Source

1. કૃતિકા સેંગર:
કૃતિકા પણ તેવી અભિનેત્રીઓમાંની એક છે કે જે ઑનસ્ક્રીન ઇન્ટીમેન્ટ સીન્સને નાપસંદ કરે છે. ટીવી શો કસમ માં કૃતિકાને અભિનેતા શરદ મલ્હોત્રા સાથે ખુબ જ ઇન્ટીમેન્ટ સીન્સ કરવાના હતા પણ કૃતિકાએ ના કહી દીધી હતી. જેના પછી બોડી ડબલની સાથે આ સીન શૂટ કરવામાં આવ્યો હતો.

Image Source

2. શ્વેતા ભટ્ટાચાર્ય:
ટીવી શો જય કનૈયા લાલ કી માં મેકર્સ શ્વેતા અને અભિનેતા વિશાલ વશિષ્ઠ સાથે બીચ ફર્સ્ટ નાઇટનો ઇન્ટીમેન્ટ સીન પ્લાન કરી રહ્યા હતા, પણ શ્વેતાએ આ વતની સ્પષ્ટ ના કહી દીધી હતી. જેના પછી મેકર્સને સીનમાં ફેરફાર કરવો પડ્યો હતો.

Image Source

3. માહી વીજ:
લોકપ્રિય સિરિયલ બાલિકા વધુમાં માહી અને રુસલાન મુમતાલ વચ્ચે એક રોમેન્ટિક સીન ફિલ્માવવામાં આવવાનો હતો. માહી વીજ આ સીન પર નારાજ થઇ ગઈ હતી અને સીનને હટાવી લીધો હતો.

Image Source

4. રજનીશ દુગ્ગલ:
અભિનેતા રજનીશ દુગ્ગલએ તો ટીવી શો આરંભના દરમિયાન જ કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો, જેના આધારે તે ન તો સ્ક્રીન પર કિસિંગ સીન કરશે કે ન તો લવમેકિંગ સીન્સ.

Image Source

5. જન્નત ઝુબૈર રહમાની:
લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર રહમાનીએ ટીવી શો તું આશિકી માં અભિનતા રીત્વિક અરોરા સાથે ઇન્ટીમેન્ટ સીન્સ કરવાની સખ્ત મનાઈ કરી દીધી હતી. જેના પછી જન્નતને શો માંથી રિપ્લેસ કરવાની ખબરો સામે આવી હતી. જન્નતના માતા-પિતાને પણ જયારે જાણ થઈ કે મેકર્સ આવા સીન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે તો ત્યારે તેઓએ પણ આપત્તિ વ્યક્ત કરી હતી.

Image Source

6. વિવિયન ડીસેના:
શક્તિ-અસ્તિત્વ કે અહેસાસકી ના અભિનતા વિવયન પણ ઓનસ્ક્રીન ઇન્ટીમેન્ટ કે કિસિંગ સીન્સના એકદમ વિરુદ્ધ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે પોતાના કો-સ્ટાર્સ સાથે આવા સીન્સ કરવામાં અસહજતા અનુભવે છે.

7. સોનારિકા ભદૌરિયા:
ટીવી શો પૃથ્વી વલ્લભમાં અભિનેત્રી સોનારિકા અને આશિષ શર્મા વચ્ચે એક લિપ-લૉક સીન રાખવાનો હતો, પણ સોનારિકાએ આ વાતની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.