મનોરંજન

કામ માંગવા ઉપર આખું વર્ષ આમતેમ ભટક્યા હતા અભિનેતા દિલીપ જોશી, પછી મળ્યો જેઠાલાલનો રોલ, બાકી રહી ગઈ આ ઈચ્છા

ટીવી ઉપરની સૌથી પ્રખયત ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે ઘર ઘરની પસંદ બની ગઈ છે, અને આ ધારાવાહિકનું મુખ્ય પાત્ર જેઠાલાલ લોકોની પહેલી પસંદ બની ગયું છે. જેઠાલાલનો અભિનય અભિનેતા દિલીપ જોશી દ્વારા કરવામાં આવ્યો છે, દિલીપ જોશીનો આજે જન્મ દિવસ છે ત્યારે દિલિપ જોશીને આ અભિનય મળવા પાછળની એક સરસ વાત આપણે જાણીએ.

દિલીપ જોશીનો જન્મ 26 મે, 1968ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આજે તેમની ઉંમર 52 વર્ષની થઇ ગઈ છે. તે 12 વર્ષની ઉંમરથી જ થિયેટરમાં કામ કરતા આવ્યા છે.  તેમના કેરિયરની શરૂઆત 1989માં થઇ હતી.

1989માં આવેલી ફિલ્મ ” મેને પ્યાર કિયા”માં એક નાના અભિનય દ્વારા તેમને ફિલ્મોમાં પોતાના કેરિયરની શરૂઆત કરી, આ ફિલ્મમાં તે સલમાન ખાનના ઘરમાં નોકરનો અભિનય કર્યો હતો. આ સિવાય પણ તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે સાથે સાથે તેમને નાના પડદા ઉપર પણ કામ કરવાનું શરૂ કર્યું.

દિલીપ જોશીને ખરી ઓળખાણ નાના પડદા ઉપર પ્રસારિત થતી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના જેઠાલાલના પાત્ર દ્વારા જ મળી હતી.  આ અભિનય તેમને એટલી સુંદર રીતે નિભાવ્યો કે કરોડો ચાહકો તેમના બની ગયા.

પરંતુ આ ધારાવાહિકમાં કામ કરતા પહેલા તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જયારે તેમને ઠેર ઠેર કામ માટે ભટકવું પડ્યું હતું અને ત્યારે જઈને તમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલનો અભિનય મળ્યો હતો.

દિલીપ જોશી આજે મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે, તેમના પરિવારમાં  તેમની પત્ની અને બે બાળકો છે. તેમનું મૂળ વતન ગુજરાતના પોરબંદરથી 10 કિલોમીટર દૂર આવેલું ગોસા ગામ છે.

દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે જ થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, તેમને પોતાના કેરિયરના પહેલા જ નાટકમાં એક સ્ટેચ્યૂનો અભિનય કરવાનો થયો હતો. તેમને જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને તેમના જીવનના પહેલા નાટકમાં 5-7 મિનિટ સુધી એક સ્ટેચ્યૂનો અભિનય કર્યો હતો.

પરંતુ દિલીપ જોશીના જીવનમાં એક વાતનો હંમેશા અફસોસ રહી ગયો છે. અભિનયના ફિલ્ડમાં આવવાના કારણે તેમને પોતાનું ભણવાનું અધૂરું છોડવું પડ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેમને જ જણાવ્યું હતું કે અભિનયમાં વધુ પડતો રસ હોવાના કારણે જ તેમને ભણવાનું અધૂરું છોડ્યું હતું અને આ વાતનો અફસોસ તેમને આજે પણ છે.

તારક મહેતામાં કામ કરતા પહેલા જ દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની પાસે એક સમયે કઈ કામ જ નહોતું, તેમની પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું, અને તેમને આગળ શું કરવું તેની પણ  ખબર નહોતી પડી રહી. તારક મહેતામાં દિલીપ જોશીની ફીની વાત કરીએ તો દિલીપ જોશી એક એપિસોડ માટે Approx 1.5 લાખ જેટલો ચાર્જ કરે છે અને એક મહિનામાં 25 દિવસ સુધી શૂટિંગ ચાલે છે. લોકડાઉનના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ હાલમાં બંધ છે અને દિલીપ જોશી અત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.