મનોરંજન

એશ્વર્યા સાથે જોશમાં રોમાન્સ અને આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા વાળા ચંદ્રચુડ સિંહ આજકાલ ક્યાં છે?

એશ્વર્યા રાયને બાહોમાં લઈને ખુબ રોમાન્સ કરેલો, જાણો આ હીરો અત્યારે ક્યાં છે

શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ જોશમાં ઐશ્વર્યાની ઓપોઝીટ જે હીરો જોવા મળેલો એ હતો, ચંદ્રચુડ સિંહ. બોલિવૂડમાં ફિલ્મ જોશથી ચોકલેટ બોયનું ટેગ મેળવીને ખૂબ જ પ્રસિદ્ધ થયેલા અભિનેતા ચંદ્રચુડ સિંહ ગણતરીની ફિલ્મો કરીને બોલિવૂડમાંથી ગાયબ થઇ ગયા છે, તેમને લાંબા સમયથી કોઈ ખાસ ફિલ્મોમાં જોવામાં આવ્યા નથી તો ચાલો આજે જાણીએ તેમના વિશે કેટલીક વાતો –

Image Source

ઓડિશાની રાજકુમારીના પુત્ર –

ચંદ્રચુડ સિંહનો જન્મ 11 ઓક્ટોબર 1968ના રોજ થયો હતો. તેમની માતા ઓડિશાના બાલનગીરના મહારાજની દીકરી હતી અને પપ્પા બલદેવ સિંહ યુપીના અલીગઢની ખેર સીટના સાંસદ હતા. તેમનું સ્કૂલિંગ દહેરાદૂનની પ્રસિદ્ધ દૂન સ્કૂલમાં થયું અને તેઓ ત્યાંના જ બાળકોને હિસ્ટ્રી અને મ્યુઝિક શીખવવા લાગ્યા. આગનો અભ્યાસ દિલ્હી યુનિવર્સીટીના સેન્ટ સ્ટીફન કોલેજથી કર્યો અને પછી હીરો બનવા માટે 1988માં મુંબઈ ચાલ્યા ગયા.

Image Source

મુંબઈમાં તેમને મહેશ ભટ્ટની ફિલ્મ આવારગીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું અને સાથે જ એક્ટિંગમાં હાથ અજમાવતા રહયા. એ દરમ્યાન ઘણી ફિલ્મો મળતા-મળતા રહી ગઈ. જબ પ્યાર કિયા તો ડરના કયા નામની ફિલ્મ પ્લાન થઇ ગઈ પણ કોઈ કારણોસર બની ન શકી, એ પછી સૌદાગર અને બેખુદી જેવી ફિલ્મોમાંથી પણ છેલ્લી ઘડીએ રિપ્લેસ કરવામાં આવ્યા.

Image Source

આ પછી 1996માં અમિતાભ બચ્ચન પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પહેલી ફિલ્મ તેરે મેરે સાપને બનાવી રહયા હતા જે માટે તેમને નવા ચહેરાઓની તલાશ હતી. ટેલેન્ટ હન્ટના અંતે આ ફિલ્મ માટે ચાર લોકોને પસંદ કરવામાં આવ્યા જેમાં એક હતા ચંદ્રચુડ સિંહ. આ ફિલ્મ હિટ રહી હતી, આ ફિલ્મનું જ ગીત છે ‘વો લાડકી આંખ મારે…’

Image Source

મળ્યો માચીસમાં કામ કરવાનો મોકો –

એ જ વર્ષે ચંદ્રચુડ સિંહને ગુલઝારની ફિલ્મ ‘માચીસ’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મને અને ફિલ્મમાં ચંદ્રચુડના કામને ખૂબ જ પાસનાડ કરવામાં આવ્યા. તેમને બીજી ફિલ્મ માચીસમાં તેમના કામ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો. એ પછી તેમને ઘણા સારા કામો મળવા લાગ્યા. આ પછી તેમને ‘બેતાબી’ (1997), ‘શ્યામ ઘનશ્યામ’ (1998) અને ‘દિલ ક્યા કરે’ (1999) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પણ કમનસીબે આ બધી ફિલ્મો બૉક્સઓફિસ પર નિષ્ફળ રહી. ચંદ્રચુડ સિંહ વિશે એવું કહેવામાં આવતું રહ્યું છે કે તે પોતાના દમ પર ક્યારેય કોઈ ફિલ્મ હિટ નથી કરાવી શક્યા. તેની બધી હિટ ફિલ્મો મલ્ટિસ્ટારર રહી છે.

Image Source

1999માં, તેની ‘દાગ- ધ ફાયર’ માં ચંદ્રચુડ સાથે સંજય દત્ત પણ હતા અને ફિલ્મ સારી ચાલી. પરંતુ તેને સ્ટારડમ આપનારી ફિલ્મ 2000ની શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સ્ટારર ‘જોશ’ હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. તે પછી ‘ક્યા કહેના’ આવી, જેને બિનપરંપરાગત માનીને પસંદ કરવામાં આવી. પછીના વર્ષે આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા આવી જે પણ કોઈ ખાસ ચાલી નહીં.

Image Source

જોશ અને ક્યા કહેના બાદ તેઓ જીવા ગયા હતા જ્યાં એક નાના અકસ્માતમાં તેમના ખભાનો જોઈન્ટ ડિસમેન્ટલ થઇ ગયો, જેને કારણે તેમની કસરત બંધ થઇ ગઈ અને તેમનું વજન વધી ગયું. વજન વધ્યા બાદ તેમને ફિલ્મોમાં કામ મળવું બંધ થઇ ગયું. પણ તેમ છતાં નાની-મોટી ફિલ્મોમાં તેઓ કામ કરતા રહયા.

Image Source

ફિલ્મો છોડીને બની ગયા કૂકરી શોના હોસ્ટ –

વજન વધ્યા બાદ તેઓ કયારેક-ક્યારેક કોઈક ફિલ્મોમાં દેખાઈ જતા, જે ફ્લોપ થઇ જતી. આ પછી ફરી એકવાર તેમને સરહદ પાર ફિલ્મ કરી, જે પણ કઈ ખાસ ન ચાલી અને તેઓ પાંચ વર્ષ ફિલ્મોથી દૂર રહયા. એ પછી 2011માં ઓડિયા ફિલ્મથી વાપસી કરી. એ પછી ટીવી પર એક કુકરી શો પણ હોસ્ટ કર્યો. છેલ્લા આઠ વર્ષોમાં ગણતરીની ફિલ્મોમાં નાના-મોટા રોલ્સ કર્યા પણ કોઈ વધુ નોટિસમાં આવ્યા નહિ.

Image Source

આ પછી 2017માં દિલ્હીની કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન ચર્ચાઓમાં આવ્યા, તેમને દિલ્હીની એક ઉમેદવાર માટે દિલ્હીની ગલીઓમાં ફરીને પ્રચાર કર્યો હતો. જેનાથી એવું લાગી રહ્યું હતું કે તેઓ હવે રાજનીતિમાં આવશે પણ આ અફવા સાબિત થઇ.

Image Source

છેલ્લે 2017માં અંગ્રેજી ભાષામાં બનેલી ફિલ્મ યાદવી-ધ ડિગ્નીફાઈડ પ્રિન્સેસમાં ચંદ્રચુડ સિંહ જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેમની બહેન ગૌરી સિંહે લખી હતી. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ચંદ્રચુડ એક ટ્રેઈન્ડ ક્લાસિકલ સિંગર પણ છે, તેમને પોતાની આ ફિલ્મમાં રંગરેઝા નામનું એક ગીત પણ ગાયું હતું. છેલ્લી વાર ચંદ્રચુડ સિંહ જોવા મળ્યા હતા.

Image Source

તેમને 1999માં અવંતિકા મનકોટીયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમનો શ્રંજય નામનો એક દીકરો પણ છે. આજકાલ ચંદ્રચુડ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.