કોરાનાના વધતા જતા સંક્રમણના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ એક દુઃખદ ખબર આવી રહી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ પોતાના અભિનયનો જાદુ ચલાવનારા અભિનેતા અમિત મિસ્ત્રીનું નિધન થયું છે.
અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું નિધન થઇ ગયું હતું. થોડા સમય પહેલા જ આવેલી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટમાં પણ તે જોવા મળ્યા હતા. આ વેબ સિરીઝમાં અમિત મિસ્ત્રીના અભિનયે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઉપરાંત તે “ક્યાં કહેના, એક ચાલીસ કી લાસ્ટ લોકલ,99, શોર ઈન ધ સીટી, યમલા પગલા દીવાના” જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. આ ઉપરાંત અમિત મિસ્ત્રીએ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
અમિત મિસ્ત્રીએ નાટકો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે ધારાવાહિકોમાં નજર આવ્યા હતા. તેમનું ફિલ્મી કેરિયર પણ ખુબ જ સારું રહ્યું અને છેલ્લે તે બંદિશ બેન્ડિટમાં નજર આવ્યા હતા. અમિત મિસ્ત્રીના અચાનક નિધનની ખબરે ફિલ્મી દુનિયાને પણ ચોંકાવી દીધી છે. બૉલીવુડ અને ઢોલીવુડમાં પણ અમિત મિસ્ત્રીના નિધનથી દુઃખ પ્રસરી ઉઠ્યું છે.
અભિનેતા અમિત મિસ્ત્રીએ ગુજ્જુરોક્સ પેજના 3 મિલિયન ગુજરાતી ફોલોઅર્સ પૂર્ણ થવા ઉપર પણ શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત ગયા વર્ષે મહામારી અને લોકડાઉનના સમયમાં અમિત મિસ્ત્રી ગુજ્જુરોક્સમાં પણ લાઈવ જોડાયા હતા. જેમને પોતાના જીવન વિશે અને કેરિયર વિશેની ઘણી વાતો કરી હતી.
View this post on Instagram