મનોરંજન

ડ્રગ્સ કેસ : વધુ એક ખાનની ધરપકડ, બોલીવુડમાં ભૂકંપ જાણો વિગત

સુશાંતસિંહ રાજપૂતના મોત પછી બોલિવૂડમાં ડ્રગ્સને લઈને અનેક ખુલાસાઓ થયા છે. ડ્રગ્સને લઈને એનસીબી દ્વારા બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની પૂછપરછ કરી ચૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ડ્રગ્સ કનેક્શન ક્યા સુધી પહોંચે છે.

Image Source

ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાબાદ બટાટાની ધરપકડ પછી અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. એવામાં એનસીબીએ એજાઝ ખાનની ધરપકડ કરી લીધી છે. એજાઝ ખાન રાજસ્થાનથી મુંબઈ પરત ફર્યો હતો. ત્યાર પછી એનસીબીએ તેની ધરપકડ કરી છે.

Image Source

ડ્રગ્સ કેસમાં એનસીબીએ અભિનેતા એજાઝ ખાનની અટકાયત કરી છે. એજાઝ ખાન પર બટાટા ગેંગનો ભાગ હોવાનો આરોપ છે. NCBની ટીમે એજાઝના અંધેરી અને લોખંડવાલામાં પણ અનેક સ્થાનો પર દરોડા પાડ્યા છે. NCBએ મુંબઇનાં સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના પુત્ર શાદાબ બટાટાની ધરપકડ કરી અને આશરે 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

Image Source

શદાબ બટાટ પર મુંબઈમાં બોલિવૂડ હસ્તીઓને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. ફારુક તેની શરૂઆતની જિંદગીમાં બટાટા વેચતો હતો. તે સમયે તે અંડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને આજની તારીખમાં તે મુંબઇમાં ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર છે. આ ડ્રગ્સ વર્લ્ડનું આખું કામ હવે તેના બે પુત્રો દ્વારા સંભાળવામાં આવે છે.