મનોરંજન

પતિ નિક જોનાસની આ આદતને પ્રિયંકા ચોપરા માને છે અજીબો-ગરીબ, સવારે ઉઠીને બેડરૂમમાં કરે છે આ કામ

સવારે ઉઠતા જ બેડ પર આ કામ કરે છે

પ્રિયંકા ચોપરા બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી તેનો ઝલવો દેખાડી ચુકી છે. પ્રિયંકા તેની અને નિકની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે તેની બીજી વેડિગ એનિવર્સરી મનાવી રહી છે.

પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2 ડિસેમ્બર 2018માં અલગ-અલગ રીત રિવાજ સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ લગ્ન પહેલા લાંબા સમય સુધી નિકને ડેટ કર્યું હતું. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા ઘણા ખુલાસા પણ કરે છે.

પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે અને સવારે ઉઠ્યા પછી બેડરૂમમાં તે પહેલા શું કરે છે તે અંગે ખુલાસો કર્યો છે. પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે એક ભારતીય અંગ્રેજી અખબાર સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણે તેમના લગ્નથી લઈને નિક જોનાસ સંબંધિત ખાસ બાબતો વિશે ઘણાં ખુલાસાઓ કર્યા હતા. પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે ખૂબ રોમેન્ટિક વાતો કરી હતી.

પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે તેનો પતિ દરેક સમય તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત રહે છે અને દરરોજ તે સવારે ઉઠીને તેનો ચહેરો જુએ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “તે થોડું વિચિત્ર હોઈ શકે છે પરંતુ નિક જોનાસ દરરોજ સવારે ઉઠીને મારો ચહેરો જુએ છે. જયારે હું સૂઈને જાગું છું. મજાકિયા અંદાજમાં પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે, નિક જયારે મને જુએ છે ત્યારે હું તેને કહું છું કે, એક મિનિટ હું થોડો મેકઅપ કરી લઉં.

પ્રિયંકા ચોપડાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ તે મને જુએ છે ત્યારે મને થોડો વિચિત્ર લાગે છે અને હું માત્ર એટલું જ કહું છું કે હવે મને હજુ પણ ઊંઘ આવે છે, પરંતુ તે હંમેશા મારી નિંદ્રાધીન આંખો જોતા કહે છે અને તે સુંદર અને મીઠી છે. આ તમે તમારા પતિ સાથે કરવા માંગો છો. થોડું વિચિત્ર, પણ ઠીક. જો તેઓ તેને પસંદ કરે. તે હંમેશા મને કહે છે કે મને તેઓને જોવા દો. પ્રિયંકા ચોપડાએ વધુમાં કહ્યું કે, ‘હું મજાક નથી કરતી. ખરેખર સુંદર લાગે છે. ‘

આ સિવાય નિક જોનાસ વિશે પ્રિયંકા ચોપડા ઘણી વાર વધુ ખુલાસા કરે છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવનમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાવ્યો હતો. આ ચાર દિવસમાં કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી.