ટ્રેનમાં ભીખ માંગવા માટે ચઢેલા આ વ્યક્તિની હરકત જોઈને તમારી આંખોના મોતિયા પણ મરી જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે, જેને જોયા પછી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક એવા વીડિયો સામે આવે છે, જે તમને હેરાન કરી દેતા હોય છે. હાલમાં જ એક એવો વાયરલ વીડિયો ઈન્ટરનેટ પર બધાને ચોંકાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ એક મિનિટ માટે વિચારતા જ રહી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ ભીખ માંગવા માટે જોરદાર જુગાડ કર્યો છે, જેને જોઈને બધા ચોંકી જાય છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો રેલવે સ્ટેશનનો છે, જ્યાં એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગતો જોવા મળે છે. વીડિયોમાં આ વ્યક્તિની હાલત જોઈને લાગે છે કે તે વિકલાંગ છે, પરંતુ બીજી જ ક્ષણમાં કંઈક એવું થાય છે, જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. ટ્રેનમાં ભીખ માગતા આ શાતિર વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ તમારું હાસ્ય રોકી નહિ શકો અથવા કહો કે એક મિનિટ માટે પણ તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય.

વીડિયોમાં ટ્રેનમાં ભીખ માંગી રહેલા આ વ્યક્તિના શરીર પર પૂરતા કપડા પણ નથી. વીડિયોમાં તે લોકો પાસે ભીખ માંગતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટ્રેન એક સ્ટેશન પર ઉભી રહે છે. ટ્રેન ઉભી રહેતા જ વ્યક્તિ ટ્રેનમાંથી નીચે ઉતરવા લાગે છે. વીડિયોમાં આગળ તે માણસ ટ્રેનમાંથી ઉભો થઈને અને નીચે ઉતરતો જોવા મળે છે. આ નજારો જોયા પછી તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિ એક ડબ્બામાંથી ઉતરીને બીજા ડબ્બા પર ચઢીને ફરી એ જ કામ કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, જ્યારે લગભગ બે લાખ જેટલા લોકોએ તેને લાઈક કર્યો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો જોયા પછી વપરાશકર્તાઓ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel