20 વર્ષની અભિનેત્રીએ આત્મહત્યા કરી તેમાં લવ જેહાદ થયેલો ? ACP ચંદ્રકાંતે કર્યો મોટો ખુલાસો

ફેમસ ટીવી અભિનેત્રી તુનીષા શર્માના આત્મહત્યા કેસ મામલે કો-સ્ટાર શીજાન ખાનને વસઇ કોર્ટે 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. વાલીવ પોલીસે આઇપીસીની ધારા 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અંતર્ગત કો સ્તરની ધરપકડ કરી લીધી છે.

તુનિશાના બોયફ્રેન્ડના વકીલ શરદ રાયે કહ્યું કે તેના ક્લાયંટ પર લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે અને ફક્ત શંકાના આધારે આરોપો લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે ટીવીની એક ફેમસ અભિનેત્રીએ મુંબઇમાં ટીવી શોના સેટ પર કથિત રૂપે આત્મહત્યા કરી લીધી હતી.

સવારે તો હજુ અભિનેત્રીએ મેકઅપ કરતી સ્ટોરી અપલોડ કરેલી હતી. તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. એસીપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું કે એક્ટ્રેસની માતાએ આ મામલે FIR કરી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.

હવે આગળના 4 દિવસ એટલે કે 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં અભિનેત્રીના બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવશે. રવિવારે એસીપી ચંદ્રકાંત જાધવે તુનીષા શર્મા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મોતનું કારણ ફાંસી છે.

મીડિયા સામે ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, ‘PM રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીનું મૃત્યુ ફાંસીથી થયું હતું. લવ જેહાદ જેવી વાત હજુ સામે આવી નથી. કો સ્ટાર શીઝાન અને એક્ટ્રેસ તુનિષા રિલેશનશિપમાં હતા. થોડા દિવસ પહેલા બ્રેકઅપના લીધે અભિનેત્રીએ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

હાલ તપાસ ચાલી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ સતત શીઝાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે. હવે આ મેટરમાં આજે સન્ડે પોલીસ શીઝાન મોહમ્મદ ખાનને લઈને મુંબઈની વસઈ કોર્ટમાં હાજર થઈ હતી.

ત્યાં પોલીસ દ્વારા શીઝાનના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કારણ કે શીઝાન અત્યાર સુધી પોલીસ તપાસમાં વધુ સહકાર આપી રહ્યો નથી.કોર્ટના આદેશ અનુસાર અભિનેત્રીના કો સ્ટાર મોહમ્મદ ખાનને 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ અંતર્ગત તુનિષા શર્માના આત્મહત્યાના મામલામાં શીઝાન મોહમ્મદ ખાનની 4 દિવસની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવશે. ખરેખર નવાઈ લાગે છે કે ટીવી અને ફિલ્મમાં આટલું મોટું નામ મેળવ્યા છતાંય તુનિષા શર્માએ શુકામ જીવ આપી દીધો હશે.

આ સમાચારે બધાને બહુ જ ચોંકાવી દીધા છે. શનિવારે તુનીષાની લાશ સેટ પરના વોશરૂમની અંદર લટકતી મળી આવી હતી. વાતો થઇ રહી છે કે તુનીષાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ મામલામાં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શીઝાન મોહમ્મદ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

YC