બેંકવાળાએ એસિડ એટેક પીડિત મહિલાનું ખાતું ખોલવાનો કરી દીધો ઇન્કાર તો મહિલાએ શાહરુખ ખાન પાસે માંગી મદદ, ઈમોશનલ ટ્વિટ જોઈને આંખો ભીંજાઈ જશે

“આંખો બંધ નથી કરી શકતી એટલે બેંક વાળા ખાતું નથી ખોલતા..” એસિડ એટેક પીડિત મહિલાનું બેંક વાળાએ ખાતું ના ખોલ્યું, શાહરુખ ખાનને મદદ માટે કરી અપીલ, જુઓ

Acid attack victim Pragya Singh tweet SRK :આજે દેશભરમાં મોટાભાગના લોકો પાસે પોતાનું બેંક એકાઉન્ટ છે. સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ખોલવા માટે સરકાર પણ આગળ આવી અને જનધન યોજના અંતર્ગત તેમના બેંક ખાતા પણ ખોલી આપ્યા. ત્યારે બેંક ખાતું ખોલવામાં થતી કેટલીક મુશ્કેલીઓ વિશે પણ આપણે પરિચિત છીએ. પરંતુ હાલ એક એવી મહિલાની કહાની સામે આવી છે જે એસિડ એટેકની પીડિત છે અને તેનું બેંક એકાઉન્ટ ના ખુલતા તેને શાહરુખ ખાન પાસે મદદ માંગી છે.

શાહરુખ ખાન પાસે માંગી મદદ :

ઘણા પુરસ્કાર વિજેતા એસિડ એટેક પીડિતા અને કાર્યકર્તા પ્રજ્ઞા પ્રસૂન સિંહ હાલમાં બેંક ખાતું ન ખોલવાને કારણે પરેશાન છે. આ સંદર્ભમાં તેણે એસઆરકેને ટેગ કરીને એક ટ્વિટ પણ કર્યું છે.  જણાવી દઈએ કે પ્રજ્ઞા સિંહને બેંકમાં ખાતું ખોલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રજ્ઞા સિંહને નવું બેંક ખાતું ખોલવાની પરવાનગી માત્ર એટલા માટે નકારી દેવામાં આવી હતી કારણ કે તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી KYC પ્રક્રિયા પૂરી કરી શકી ન હતી.  જેના કારણે બેંકર્સ તેનું ખાતુ ખોલાવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં પ્રજ્ઞાએ શાહરૂખ ખાન અને તેના મીર ફાઉન્ડેશનને મદદ માટે અપીલ કરી છે.

ટ્વિટ કરીને જતાવ્યો વિરોધ :

પ્રજ્ઞાએ ટ્વીટ કરીને લખ્યું “મને પણ અન્ય લોકોની જેમ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે અને માત્ર એટલા માટે કે તે પોતાની પાંપણ ઝબૂકાવી શકતી નથી, તેનું બેંક ખાતું ખોલવામાં આવ્યું નથી.” આ સાથે, તેણે ટ્વીટમાં શાહરૂખ ખાન અને તેના એનજીઓ મીર ફાઉન્ડેશનને ટેગ કર્યું અને લખ્યું – મને આશા છે કે તમે મારી મદદ કરશો અને એસિડ એટેક પીડિતો માટે આ દુનિયાને રહેવા યોગ્ય બનાવવા માટે આગળ આવશો. તેણે #iwontblink હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

પિતાના નામ પર SRKએ શરૂ કર્યું છે મીર ફાઉન્ડેશન :

જો કે હજુ સુધી શાહરૂખ ખાન કે એનજીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ ચાહકોને આશા છે કે તેમની સંસ્થા પીડિતાને ચોક્કસ મદદ કરશે. તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં, શાહરૂખ ખાન મીર ફાઉન્ડેશન સાથે તેની IPL ટીમ KKRની મેચ દરમિયાન કોલકાતામાં એસિડ એટેક પીડિતોને મળવા ગયો હતો. શાહરૂખ ખાને તેના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામે એસિડ એટેક પીડિતો માટે 2013માં ફાઉન્ડેશન શરૂ કર્યું હતું.

Niraj Patel