ખબર

એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનો વિડીયો થયો વાયરલ, શ્રદ્ધા કપૂરના ગીત ‘છમ છમ છમ…’ પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ હાલ ખૂબ જ ચર્ચામાં છે, જેનું કારણ એ છે કે તેમના પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું નામ છે છપાક. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવવાનું છે. અગાઉ આ ફિલ્મમાં દીપિકાનો લૂક પણ સામે આવી ચુક્યો છે.

ત્યારે હવે લક્ષ્મી અગ્રવાલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે શ્રદ્ધા કપૂરના ગીત ‘છમ છમ છમ…’ પર ડાન્સ કરતો જોવા મળે છે. આ વિડીયો શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં લક્ષ્મીએ પોતાના ડાન્સ મૂવ્સ દર્શાવ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે.

Image Source

આ વીડિયોમાં શ્રદ્ધાએ લક્ષ્મીને ટેગ પણ કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વીડિયોમાં જુદા-જુદા રિએક્શન આપી રહયા છે. ઘણા લોકોએ તો લખ્યું છે કે આજના દિવસનો સૌથી શ્રેષ્ઠ વિડીયો છે. આ વીડિયોને બોલીવૂડના સેલીબ્રીટીસ પણ પસંદ કરી રહયા છે.

 

View this post on Instagram

 

😘🥰💫🦋❤️ @thelaxmiagarwal

A post shared by Shraddha (@shraddhakapoor) on

લક્ષ્મી અગ્રવાલ પણ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. વાત કરીએ લક્ષ્મીની તો હાલ એ એક ટીવી શો હોસ્ટ કરી રહી છે અને સ્ટોપ એસિડ એટેક નામનું અભિયાન પણ ચલાવી રહી છે.

લક્ષ્મીએ 15 વર્ષની ઉંમરમાં ગાયક બનવાનું સપનું જોયું હતું, પણ નદીમ ખાન નામના એક વ્યક્તિને તેના સાથે લગ્ન કરવા હતા અને લક્ષ્મીને આ સંબંધ મંજૂર ન હતો એટલે નદીમે એના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું.

વાત કરીએ ફિલ્મ છપાકની તો આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે અને આ ફિલ્મ વિશે લક્ષ્મીએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે દીપિકા પાદુકોણ પડદા પર મારુ પાત્ર ભજવી રહી છે. મને તેમને જજ કરવાનો કોઈ જ હક નથી. મને વિશ્વાસ છે કે તેઓ સારું જ કરશે.’

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.