ખબર

ગુજરાતના વૈજ્ઞાનિકો વગાડ્યો ડંકો, Covid-19 અંગે ગુજરાતના વૈજ્ઞાનિકોને મળી સફળતા

હાલ દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનને માત આપવા માટે અને કોરોનાની દવા બનાવવા જીનોમ સિક્વન્સ અને વેક્સિન શોધવામાં લાગી છે. તેવામાં ગુજરાતના વૈજ્ઞાનિકો રસી શોધવામાં અગ્રેસર બન્યા છે.
હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે, ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વની સફળતા મળી, વેન્ટિલેટરના ઉત્પાદન બાદ પીપીઈ સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી

Image Source

કોઈ પણ વાયરસને નબળો બનાવવા માટે તેનું જીનોમ સિકવન્સ એટલે કે વંશ સૂત્ર શોધી કાઢવું પડે છે અને ત્યાર બાદ તેનું મૂળ શોધવામાં આવે છે અને ત્યાર બાદ તેની દવા તેમજ વેક્સિન શોધવામાં આવે છે.ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કોરોનાનું આખે-આખું બાયડેટા નિકાળી લીધો છે. જેથી હવે તેને કેવી રીતે કમજોર બનાવવો તે અંગેની રસી બનાવવા તરફ ગુજરાત અગ્રેસર થશે.

Image Source

ગુજરાતમાં ગુજરાત બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર (GBRC) એક એવી સ્ટેટ ગવર્નમેન્ટ લેબોરેટરી છે જેના વૈજ્ઞાનિકોને આ વંશ સૂત્ર (જીનોમ સિક્વન્સ) શોધવામાં સફળતા મળી છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. જીનોમ સિક્વન્સ શોધી કાઢતા હવે વેક્સિન અને દવા બનાવવામાં એકદમ સરળતા રહેશે.


સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ અનુભવી રહ્યું છે. દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો 12,456 સુધી પહોંચી ગઈ છે, અને મૃત્યુઆંક 423 થઈ ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.