સરસ્વતીના કટકા કરી કૂકરમાં બાફી દેનાર મનોજે કહ્યુ- ‘એ મારી દીકરી જેવી હતી…હું HIV પોઝિટિવ, ક્યારેય નથી બનાવ્યો સંબંધ…’

બિચારી જુવાન સરસ્વતીના કટકે-કટકા કરનાર નરાધમ મનોજે કહ્યું, ‘ક્યારેય ટચ પણ નથી કરી, મારી દીકરી જેવી હતી, મારી જોડે….વાંચો આખી ઘટના

Mira Road murderer Manoj Sane : દિલ્લીના શ્રદ્ધા હત્યાકાંડથી વધારે ખૌફનાક ઘટના મહારાષ્ટ્રના થાણેમાં મીરા રોડ પર સ્થિત ગીતા નગર વિસ્તારમાં બની. આ કેસ વિશે જેણે પણ સાંભળ્યુ તે ચોંકી ગયા. આરોપી મનોજ સાનેએ પહેલા તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરી દીધી અને પછી મૃતદેહના ટુકડા કરી નાખ્યા.

બર્બરતાની હદ વટાવી ચૂકેલા આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મનોજને ગુરુવારે થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અંગ્રેજી વેબસાઈટ ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન મનોજ સાનેએ પોલીસને જણાવ્યું કે તે HIV પોઝીટીવ છે

અને તેણે ક્યારેય સરસ્વતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા નથી. તેણે કહ્યું કે સરસ્વતી સાથે સંબંધ ન રાખવાનું બીજું કારણ એ હતું કે તે તેની દીકરી જેવી હતી. પોલીસ અધિકારી અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતીએ 3 જૂને આત્મહત્યા કરી લીધી હતી.

તેણે આત્મહત્યા કર્યા બાદ તેને સતત ડર સતાવતો હતો કે હવે પોલીસ આ મામલે તેની સામે ગુનો દાખલ કરશે. આ કારણોસર તેણે મૃતદેહનો નિકાલ કરવાનું આયોજન કર્યું. તેણે પોલીસને કહ્યું કે તેણે લાશનો નિકાલ કર્યા પછી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી અને જે બન્યું તેનો તેને કોઈ અફસોસ નથી.

પોલીસે જણાવ્યું કે, આરોપીએ પહેલા સરસ્વતીના શરીરના ઈલેક્ટ્રીક ઝાડ કાપવાના કટર વડે નાના ટુકડા કર્યા અને પછી આરોપીઓએ શરીરના કેટલાક ભાગોને પ્રેશર કૂકરમાં બાફ્યા. એક અધિકારીએ કહ્યું કે તેણે રસોડામાં ડોલ, ટબ, કુકર અને અન્ય વાસણોમાં ટુકડાઓ મૂક્યા હતા અને તેને એટલા નાના કરી દીધા હતા કે પોલીસ તેની ગણતરી પણ કરી શકી નહિ.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન મનોજ સાનેએ પોલીસને જણાવ્યું હતું કે તેને 2008માં એચઆઈવી પોઝીટીવ હોવાની જાણ થઈ ત્યારથી તે દવા લઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમને શંકા છે કે ઘણા સમય પહેલા એક દુર્ઘટનામાં સાને ખરાબ રીતે ઘાયલ થઇ ગયો હતો,

આ દરમિયાન સંક્રમિત બ્લડના ઉપયોગને કારણે તેને આ બીમારી થઇ હશે. પોલીસ સમક્ષ આરોપીની કબૂલાત મુજબ તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી સ્વભાવની પઝેસિવ હતી, તેને શંકા હતી કે જ્યારે પણ મનોજ ઘરે મોડો પાછો ફરે ત્યારે તે કોઈ બીજાની સાથે હોય છે. અધિકારીએ પૂછપરછ દરમિયાન સાનેના હવાલે ટાંકીને કહ્યું કે સરસ્વતી એસએસસી ધોરણ 10ની પરીક્ષા આપવાનું વિચારી રહી હતી અને સાને તેને ગણિત ભણાવી રહ્યો હતો.

Shah Jina