અમદાવાદમાં 27 વર્ષીય મહિલા વિજય સ્કવેર પાસે યુવક સાથે હોટેલમાં ગઈ, મહિલાએ બળાત્કારની ફરિયાદ કરી દીધી, કોર્ટમાં મહિલા એવી ભોંઠી પડી કે સ્ટોરી વાંચીને ચોંકી ઉઠશો, ખરેખર આવું પણ થાય…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ સાથે દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. આવા કિસ્સામાં ઘણીવાર સગીરાઓ પણ પીડિતા હોવાનું સામે આવે છે. જો કે, આવી ઘટના સામે આવ્યા બાદ આખા દેશમાંથી આવા આરોપીઓ પર લોકો ફિટકારની લાગણી વરસાવે છે અને પોલિસ પણ કાર્યવાહી કરી આરોપીને અરેસ્ટ કરી તેમના પર ગુનો નોંધતી હોય છે. જો કે, હાલ એક એવો બરાત્કારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં બરાત્કારનો આરોપી મેડિકલ રિપોર્ટમાં નપુંસક હોવાનું સામે આવ્યુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મેડિકલ ટેસ્ટમાં આરોપી એકવાર નહિ પણ ત્રણ વાર નપુંસક સાબિત થયો. જેને લઇને ઘણી દલીલો બાદ ગુજરાત હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા. 27 વર્ષીય મહિલાએ એક 55 વર્ષિય ફોટોગ્રાફર પ્રશાંત પર બરાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના ગત નવેમ્બર મહિનાની છે. મહિલાએ ફોટોગ્રાફર સામે ફરિયાદ દાખલ કર્યા બાદ પોલિસે તેની 23 ડિસમ્બર 2022ના રોજ ધરપકડ કરી હતી. પ્રશાંતે મહિલાને મોડલિંગ એસાઈમેન્ટની લાલચ આપી તેની સાથે બરાત્કાર કર્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો.

મહિલાની ફરિયાદ અનુસાર, ગત વર્ષે નવેમ્બર મહિનામાં વિજય સ્કવેર પાસે એક હોટલમાં પ્રશાંત તેને લઈ ગયો અને પછી ત્યાં તેની સાથે રેપ કર્યો. જો કે, 2 માર્ચના રોજ સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો પણ વકીલે કોર્ટમાં કહ્યું હતુ કે, મહિલાએ જેની સામે ફરિયાદ કરી છે તે નપુંસક છે. જે બાદ મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી અને પુરુષની તપાસ માટે વીર્ય એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એક વખત નહિ પણ ત્રણ વખત આવું કરવામાં આવવા છત્તાં ત્રણેય પ્રયાસો નિષ્ફળ ગયા.

ડોક્ટરોએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે પુરુષની તપાસમાં જાણવા મળ્યું કે તેને ન તો ઉત્થાન હતું કે ન તો સ્ખલન. ત્યારે આખરે ત્રણ વાર રીપોર્ટ નેગેટિવ આવતા વકીલે કોર્ટમાં કહ્યુ કે, મહિલાએ રૂપિયાની માગણી માટે આવુ કર્યુ હતું અને જ્યારે તે સંતુષ્ટ ન થઈ તો તેણે બરાત્કારની ફરિયાદ નોંધાવી દીધી. ત્યારે તમામ દલીલો બાદ અંતે કોર્ટે કથિત આરોપીને 10,000ના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર જામીન આપ્યા હતા. આરોપીએ આ જ કારણથી હજુ સુધી લગ્ન કર્યા નથી.

Shah Jina