તમારી કિસ્મતમાં રાજયોગ છે કે નહિ, જાણો હાથની આ રેખાઓથી 

તમે જીવનભર ગરીબ રહેશો? કે રાજા જેવું જીવન જીવવાનો મોકો પણ મળશે? જાણો

હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનેલ નિશાનો રેખાઓની સહાયતાથી વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલી વાતોની જાણકારી મળે છે. કિસ્મતમાં રાજયોગ હોવાથી વ્યક્તિ રાજા સમાન સુખ સુવિધાઓ વાળું જીવન જીવે છે.

Image source

ઘણીવાર લોકો પોતાની કિસ્મત જાણવા માટે જયોતિષ પાસે જતા હોય છે. આમ તો લોકો હથેળીને બતાવી સવાલ કરતા હોય છે કે તેમના હાથમાં રાજયોગ છે કેનહિ રાજયોગ હોય તો વ્યક્તિ રાજા જેમ સુખ સુવિધાઓ વાળું જીવન જીવે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, રાજયોગની જાણકારી હથેળીની રેખાઓથી મળી શકે છે. હથેળીમાં ત્રિશુળનું નિશાન હોવું એ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે વ્યક્તિની હથેળી પર હ્રદય રેખા ઉપર ગુરૂ પર્વત પાસે ત્રિશુળનું નિશાન હોય તે સમાજમાં ખૂબ જ સમ્માન અને ગૌરવ પ્રાપ્ત કરે છે. જો કોઇ વ્યક્તિના હાથમાં રથ જેવું નિશાન હોય છે તેનું જીવન રાજાની જેમ વીતે છે.

Image source

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું નિશાન એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિની હથેળી પર આ નિશાન હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. સમાજમાં તેમનું સમ્માન હંમેશા વધે છે.

Image source

માછલીનું નિશાન પણ ઘણું શુભ માનવામાં આવે છે. જેના હાથમાં આ નિશાન હોય છે તે એક જગ્યા પર કયારેય પણ ટકી શકતું નથી આવા લોકોને માન-સમ્માન અને ધન લાભ મળે છે.

Shah Jina