બ્રેકિંગ: આણંદ જિલ્લા હાઈવે પર આજે વહેલી સવારે થયો અકસ્માત, 10 ના કમકમાટી ભર્યા મોત

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6 વાગ્યા બાદ ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા.

અસ્કમાતની જાણ થતા જ PI અને DYSP સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે 10 લોકોના મોત થયા છે તેમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળક છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ઘટનાની વિગત અનુસાર, GJ10VT0409 ઇકો કાર સવારે લગભગ 6-6.30 વાગ્યાના સુમારે તારાપુરથી 15 કિમી બગોદરા પાે ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. હાલ તો આ પરિવાર વિશે કોઇ જાણકારી નથી, આ તમામને તારાપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.

જે 10 લોકોના મોત થયા છે તેમાં એક નાની બાળકી પણ છે. આ 10 લોકો એક જ પરિવારના છે અને એક જ સાથે 10 લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કાર ભાવનગર તરફ જઇ રહી હતી અને ટ્રક બગોદરા તરફ આવી રહી હતી અને આ દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો, જેને કારણે 10 લોકો મોતને ભેટ્યા હતા.

અકસ્માતને પગલે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતકોને હોસ્પિટલ ખસેડી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ પાસે એક ટ્રકે સામેની બાજુથી આવી ઈકો કારને અડફેટે લીધી હતી. અકસ્માત ખૂબ જ ગંભીર હતો અને આ અકસ્માતને પગલે એક જ પરિવારના 10 લોકોના કમકમાટી ભર્યાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ટ્રક અને કારની વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રક નચી ઘુસી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુર આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં હંમેશા બાળકોની કિલોલ્લ અને સભ્યોની હસી ગુંજતી હતી દુઃખદ વાત એ છે કે આજે અકસ્માત બાદ એ પરિવારના મોભી સાથે બે પળ વિતાવવાવાળું પણ કોઇ બચ્યું નથી.

આ ઘટનામાં મૃત્યુ પામેલાંમાં બે તો નાનાં બાળકો છે અને બાકીના 22થી 40 વર્ષના છે. હવે પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. વહેલી સવારની અમુક ક્ષણોમાં પિંજારા અજમેરી ફેમિલીનો માળો વિખાઈ ગયો. અકસ્માતને પગલે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મૃતકો વરતેજ ગામના જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે, મૃતકોના નામ:
રહીમભાઈ સૈયદ (60), મુસ્તુફા ડેરૈયા (22), સીરાજભાઈ અજમેરી (40)
મુમતાજબેન અજમેરી (35), રઈશ સીરાજભાઈ (04), અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30)
અલ્ત‍ાફભાઈ (35),  મુસ્કાન અલ્તાફભાઈ (06), રાધવભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ, ઇકોના ડ્રાઇવર (સીદસર)

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ગુજરાતના આણંદમાં માર્ગ અકસ્માતમાં મહિલાઓ અને પરિવારના બાળકોના મોતના સમાચાર થી ખુબ દુખ થયું.”

તો પીએમઓ ઇન્ડિયા દ્વારા પણ ટ્વિટ કરી આ જાહેરાત કરવામાં આવી : ગુજરાતમાં આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતને કારણે જાનહાનિથી દુખ થયું જે લોકોએ તેમના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના. રૂ. 2 લાખ પી.એમ.એન.આર.એફ. તરફથી પ્રત્યેક મૃતકના સગાના આગામી પરિવારને આપવામાં આવશે: વડા પ્રધાન

Shah Jina