સાળંગપુર જઇ રહ્યા હતા 5 મિત્રો, આ કારણે સર્જાયો સૌથી ભયાનક અકસ્માત ને 2 મિત્રોને ભરખી ગયો કાળ

હાલમાં જ જૂનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં જુનાગઢની ઘટનાને 24 કલાક પણ નહોતા થયા ને આણંદનાં તારાપુર બગોદરા સિક્સલેન હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. વડોદરાથી 5 મિત્રો સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદનાં તારાપુર-બગોદરા હાઈવે પર વરસડા પાસે શ્વાન આડું ઉતરતા તેને બચાવવા જતા કારચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અમને કાર બેકાબુ થઇ રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાઇ.

આ અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા છે. પોલીસને અકસ્માતની જાણ થતા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. મૃતકોમાં નાગવાળાનાં પ્રવિણ પંડ્યા અને અટલાદરાનાં જીગ્નેશ વસાવાનો સમાવેશ થાય છે.

સાળંગપુર દર્શન કરવા જવું હોવાને કારણે નાગરવાડામાં રહેતા અનિલભાઈ મોહનભાઈ પંડ્યા, પ્રણવભાઈ કાંતીભાઈ પંડ્યા, અક્ષયભાઈ રાજપુત તેમજ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા જિજ્ઞેશભાઈ સુરેશભાઈ વસાવાને જાણ કરતાં તેઓ બધા સાળંગપુર જવા નીકળ્યા હતા. રવિવારે રાત્રે દસેક વાગ્યા આસપાસ આકાશભાઈ તેમની કાર લઈને ચાર મિત્રોને લઈ વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા અને રાત્રે દોઢ વાગ્યા આસપાસ તારાપુર વટામણ હાઇવે રોડ ઉપર વરસડા ગામની સીમ જય અંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક શ્વાન આડું ઉતર્યું.

કાર ચાલક આકાશભાઈએ શ્વાનને બચાવવા જતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર રોડની સાઈડ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતને પગલે ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠેલા પ્રણવભાઇ પંડ્યાને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું જ્યારે કાર ચાલક આકાશભાઈ સહિત અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ત્યાં ડોકટરે જિજ્ઞેશને મૃત જાહેર કર્યો હતો.

Shah Jina