ખબર

કમલ હસનના સેટ ઉપર ઘટી મોટી દુર્ઘટના, આસીટન્ટ ડાયરેક્ટર સહીત 3 ના મૃત્યુ, 10 લોકો ઘાયલ, વાંચો સમગ્ર મામલો

સાઉથમાં પોતાના અભિનયથી આગવું નામ ધરાવતા અભિનેતા કમલ હસનની “ઇન્ડિયન” ફિલ્મ ખબૂ જ પ્રખ્યાત થઇ, આ ફિલ્મની સફળતા બાદ કમલ હસન આજ ફિલ્મની સિક્વન્સ બનાવવા માટે શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મની સિક્વલ “ઇન્ડિયન-2″ના નામે છે જેનું શૂટિંગ ચેન્નઈમાં ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ ફિલ્મના નિર્માણ કાર્ય સમયે જ એક મોટી દુર્ઘટના ઘટી જેમાં 3 લોકોના મૃત્યુ થયા અને 10 જેવા લોકો ઘાયલ થયા હતા.

Image Source

ફિલ્મના નિર્માણકાર્ય દરમિયાન ઉપાંગમાં લેવામાં આવેલી ક્રેન અચાનક ઢાળી પડતા આસીટન્ટ ડાયરેક્ટર સહીત 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્યાં કામ કરતા બીજા 10 જેવા લોકો ઘાયલ પણ થયા હતા. આ દુર્ઘટનાને લઈને ફિલ્મ અભિનેતા કમલ હસને ટ્વીટ કરી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ દુર્ઘટનાને લઈને કમલ હસને સોશિયલ મીડિયામાં ટ્વીટર દ્વારા એક ટ્વીટ કરીને જણાવ્યું કે “મેં ઘણી બધી દુર્ઘટનાઓ જોઈ છે, પરંતુ આજે જે દુર્ઘટના થઇ તે ખુબ જ ભયાનક હતી, હું મારા ત્રણ સહયોગીઓને ખોઈ બેઠો છું, તેમના પરિવાર ઉપર આવેલા આ સંકટનું દુઃખ મારા દુઃખથી કેટલાય ઘણું વધારે છે. આ દુર્ઘટના માટે હું દુઃખ અને સંવેદના જાહેર કરું છું.”

આ દુર્ઘટનામાં આયરેક્ટર શંકરના પર્સનલ ડાયરેક્ટર મધુ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર કૃષ્ણા અને એક સ્ટાફ મેમ્બર ચંદ્રનનું મૃત્યુ થયું છે, ઘાયલ થયેલા વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ કમલ હસન તરત જ “ઇન્ડિયન 2″ના સેટ ઉપર પહોંચી ગયા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. મળતી માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જયારે એક કરું મેમ્બર ક્રેન ઉપર લાઈટ સેટ કરી રહ્યો હતો અને એ ઉપરથી નીચે પડ્યો.

આ શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર શંકર પણ ઘટનાસ્થળની એકદમ નજીક જ કામ કરી રહ્યા હતા પરંતુ તે સુરક્ષિત રહ્યા, કમલ હસન “ઇન્ડિયન 2″માં 90 વર્ષના એક વ્યક્તિનો અભિનય કરી રહ્યા છે અને આ ફિલ્મ ભ્રષ્ટચાર ઉપર આધારિત ફિલ્મ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.