જૂનાગઢ-વેરાવળ હાઇવે બન્યો રક્તરંજિત, બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 5 વિદ્યાર્થીઓ સહિત લોકોના કરુણ મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી. જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલ ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં સાત લોકોનાં મોત નિપજ્યાં. આ અકસ્માત ઘણો ગંભીર હતો અને સાત મૃતકોમાંથી પાંચ તો વિદ્યાર્થી છે.

આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા. બે કારની ટક્કરને કારણે એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટી જતા બાજુના ઝૂંપડામાં આગ લાગી ગઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલ ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યા આસપાસ બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી,

આ દરમિયાન પરીક્ષા આપવા જઇ રહેલ પાંચ વિદ્યાર્થી સહિત કુલ સાત લોકોનાં મોત થયાં હતા. બે કાર વચ્ચે ટક્કરને કારણે એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટી ગયો હતો અને આને કારણે બાજુમાં રહેલા ઝૂંપડામાં આગ લાગી ગઇ હતી. હાઇવે પર વહેલી સવારે અકસ્માતને કારણે આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવ કામગીરી માટે પોલીસ અને 108ને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી. એક કાર બ્રિજ તરફથી જઇ રહી હતી અને સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાઇડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારી.

ટક્કર એટલી ભયંકર હતી કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ વિદ્યાર્થી છે, જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતા હતા. આ ઉપરાંત બે મૃતક જાનુડા ગામના છે.

Shah Jina