મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો ઇડર-હિંમતનગર હાઇવે, કાર અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત

ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો- જુઓ તસવીરો નીચે

Accident on ider Himmatnagar Highway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને રોડ અકસ્માતના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, આવા રોડ અકસ્માત કોઈની બેફકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે થતા હોય છે અને તેનો ભોગ નિર્દોષ લોકો પણ બનતા હોય છે, ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના ઇડર-હિંમતનગર હાઇવે પરથી સામે આવી છે, જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા છે.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ હિંગનર પાસે આવેલા નેત્રામલી ગામના રહેવાસી અને હાલ મુંબઈમાં રહેતો જરીવાલા પરિવાર પોતાના વતનમાં આવ્યો હતો. ત્યારે ગત રોજ રાત્રે પરિવાર ઇડરથી પોતાના વતન તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ ઇડર-હિંમતનગર હાઇવે પર બનાવવામાં આવેલા ડાઇવરઝ્ન રોડ પર કાર લઈને જતા સમયે સામેથી આવેલી રહેલી ટ્રક સાથે કારની ટક્કર થઇ હતી. જેમાં પરિવારની 7 મહિનાની નાની બાળકી સમેત કુલ ચાર લોકો મોતને ભેટ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ખુબ જ ધીમી ગતિએ કામ થતું હોવાના કારણે વારંવાર અહીંયા અકસ્માત પણ સર્જાય છે. આ અકસ્માત બાદ નેત્રામલી ગામના લોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે જાદર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

Niraj Patel