રાજસ્થાન ગુજરાત બોર્ડર પર રોન્ગ સાઈડ જઈ રહેલી ગુજરાતની કાર સામે કાળ બનીને આવી ખાનગી બસ અને કારમાં સવાર 4 ગુજરાતીઓને કચડી નાખ્યા, રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો

શામળાજી નજીક રોંગ સાઇડમાં જતી ખાનગી બસે સર્જાયો અકસ્માત, કાર સાથે અથડાતા 4 યુવકના મોત

Accident On Gujarat Rajasthan Border 4 Youths Killed : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ખબરો સામે આવી રહી છે. કેટલાય અકસ્માતની અંદર નિર્દોષ લોકો પણ  ભોગ બનતા હોય છે અને કોઈની ભૂલના કારણે સામે વાળા લોકોનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. ત્યારે  હાલ એવા જ એક અકસ્માતની ઘટના રાજસ્થાન ગુજરાત બોર્ડર પરથી સામે આવી છે, જે અકસ્માતમાં 4 ગુજરાતીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તો એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા જ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં થયો અકસ્માત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ડુંગરપુરનમાં આવેલા વીંછીવાડા અને ગુજરાતના શામળાજી વચ્ચે એક ખાનગી કંપનીની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 લોકોના તો ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા, જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા જ તેને ડુંગરપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ઘટના સ્થળે પણ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

રોન્ગ સાઈડ આવી રહી હતી ગુજરાતીઓની કાર :

આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જૅકયા બાદ પોલીસે કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ મામલે વીંછીવાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ગતરાત્રે ખુજરી નાળા પાસે ગુજરાત પાર્સિંગની કાર રોન્ગ સાઈડમાં જઈ રહી હતી. આ દરમિયાન કાર ખાનગી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું પડીકું વળી ગયું હતું. તો આ અકસ્માતમાં 4 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.”

પોલીસે હાથ ધરી તપાસ :

પોલીસની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે ચારેય મૃતકો ગુજરાતના શામળાજી નજીક આવેલા ગેડ, વેણપુર, ખારી અને પાંડરવાડા ગામના રહેવાસી છે. હાલ ઘાયલ યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે. ત્યારે હાલ મૃતકોના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

Niraj Patel