બૉલીવુડ કિરદારોને ફિલ્મોમાં એક સારા સીન માટે ખુબ મહેનત કરવી પડતી હોય છે.ઘણીવાર સ્ટંટ અને એક્શન સીન કરવાના સમયે અભિનેતાઓ કે અભિનેત્રીઓ ઘાયલ પણ થઇ જાતા હોય છે.એવામાં જો ઘણી વાર આ અકસ્માત મોટો હોય તો તેઓનો જીવ પણ જોખમમાં આવી શકે છે.એવામાં અકસ્માત ગમે ત્યારે કોઈની પણ સાથે થઇ શકે છે જેમાં બૉલીવુડ કિરદારો પણ તેની ઝપેટમાં આવી ચુક્યા છે.એવામાં આજે અમે તમને એવા જ અમુક સેલિબ્રિટીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ શૂટિંગના સમયે કે પછી અન્ય કોઈ સમયે ભારે અકસ્મતનો સામનો કરી ચુક્યા છે અને માંડ માંડ બચ્યાં હતા.
1. સની લિઓની:
બે વર્ષ પહેલા અભિનેત્રી સની લિઓની તેના પતિ ડેનિયલની સાથે એક પ્લેન ક્રેશ થાવાના સમયે માંડ માંડ બચ્યા હતા. પ્લેનને ક્રેશ થાતા બચાવવા માટે મહારાષ્ટ્રના કોઈ બહારના વિસ્તરામાં પ્લેનનું ઉતરાણ કરવામાં આવ્યું હતું.
2. ઐશ્વર્યા રાઈ:
અભિનેત્રી ઐશ્વર્યા રાઈ વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ‘ખાકી’ માં નેગેટિવ રોલ દ્વારા ખુબ ચર્ચામાં આવી હતી. ફિલ્મ ખાકીના શૂટિંગના સમયે જ એક જીપે તેને ટક્કર મારી અને ઐશ્વર્યા રાઈ જાડી-જાખરામાં પડી ગઈ હતી. જેને લીધે તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.
3.હેમા માલિની:
મથુરાની પાસે દૌસામાં હેમા માલિનીનું વર્ષ 2015 માં ગંભીર અકસ્માત થયું હતું. જેમાં હેમા માલિનિને ખુબ ગંભીર ઇજા થઇ હતી. તેની મર્સીડીઝ ગાડી ઓલ્ટો કાર સાથે અથડાઈ ગઈ હતી.
4.પ્રતિ ઝિન્ટા:
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા એકવાર કોલંબોમાં પરફોર્મ કરી હતી. તે જ દરમિયાન કૉન્સર્ટની પહેલી લાઈનમાં બૉમ્બ બ્લાસ્ટ થઇ ગયો હતો.આ ઘટનામાં પ્રતિ ઝિન્ટા માંડ માંડ બચી હતી.બીજી તરફ પ્રીતિ ઝિંટા થાઈલેન્ડમાં આવેલી સુનામીમાં પણ ઘેરાઈ ગઈ હતી.આ ઘટના ત્યારે બની હતી જ્યારે પ્રીતિ ઝિંટા થાઈલેન્ડમાં વેકેશન માટે ગઈ હતી.
5.સોનુ સુદ:
View this post on Instagram
Life is what you make it ❤️ follow me on @helo_indiaofficial ! 📸: @lovedeepmalsiyani
સોનુ સુદ એકવાર પોતાના મિત્રની સાથે જઈ રહ્યા હતા ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક અકસ્માત થઇ ગયો. તે ઓડી ક્યુ-7 માં જઈ રહયા હતા અને અચાનક જ ગાડીમાં આગ લાગી ગઈ જો કે સમયના રહેતા તે બહાર નીકળી ગયા અને તેનો જીવ બચી ગયો.
6.સલમાન ખાન:
બોલીવુડના દબંગ ખાન પણ અકસ્માતના શિકાર બની ગયા છે.ફિલ્મ ‘તેરે નામ’ની શૂટિંગના સમયે એક ઘટના બની હતી જેથી તે પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા.ફિલ્મના એક સીનમાં સલમાન ખાનને રેલવે ટ્રેક પર ચાલવાનું હતું, પણ તેના કો-એક્ટરને એવું લાગ્યું કે અચાનક જ સામે ટ્રેન આવી ગઈ છે અને તેણે સલમાન ખાનનો જીવ બચાવવા માટે ધક્કો માર્યો, જેને લીધે સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.
7.સૈફ અલી ખાન:
View this post on Instagram
વર્ષ 2000 માં સૈફ અલી ખાનની પ્રીતિ ઝિન્ટા સાથેની ફીલ્મ ‘ક્યાં કહેના’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મની શૂટિંગમાં બાઈક અકસ્માતને લીધે સૈફ પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા અને તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.તેના શરીરમાં ઘણા ટાંકા પણ લેવા પડ્યા હતા.
8.ઋત્વિક રોશન:
ઋત્વિક રોશનને ફિલ્મ ‘ક્રીશ’ ના સમયે ભારે ઇજા થઇ હતી.શૂટિંગના સમયે પગ લાપસી જાવાને લીધે તે 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી ગયા હતા જેને લીધે તેને ગંભીર ઇજા થઇ હતી.આ સિવાય ફિલ્મ ‘બેંગ બેંગ’ ના શૂટિંગના સમયે પણ અકસ્માત થયો હતો.આ સમયે તેના માથામાં બ્લડ ક્લોટ(લોહી જામી જાવું)થઇ ગયું હતું જેને લીધે તેને સર્જરી કરાવવી પડી હતી.
9.લારા દત્તા:
ફિલ્મ ‘અંદાઝ’ના સેટ પર જયારે લારા દત્તા એક ચટ્ટાનથી લપસીને સમુદ્રમાં પડી ગઈ હતી ત્યારે અભિનેતા અક્ષય કુમારે તેને બચાવી હતી.
10.જૉન અબ્રાહમ:
જૉનની સાથ અકસ્માત ફિલ્મ ‘શૂટ આઉટ એટ વડાલા’ની શૂટિંગના સમયે થયો હતો. ફિલ્મના ક્લાઈમેક્સમાં અનિલ કપૂર જૉન અબ્રાહમને ગોળી મારે છે અને આ સીન ફિલ્માવતી વખતે જૉન પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા.બ્લેક બુલેટ જૉનના ગરદન પાસે લાગી ગઈ હતી. ગોળી મારવાના સમયે જૉન અને અનિલ કપૂર વચ્ચેનું અંતર 15 ફૂટથી ઓછું હતું જેને લીધે જૉન પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.