સાપુતારામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકને ઓવરટેક કરવાના ચક્કરમાં લકઝરી બસ ખીણમાં ખાબકી, 65 પેસેન્જર હતા અંદર…

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સાપુતારા ફરવા માટે ગયેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત, 65 પેસેન્જર ભરેલી બસ ખીણમાં ખાબકી, બે સગા ભાઈ બહેનોના મોત

Accident Occurred At Saputara Ghat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવતા રહે છે, ત્યારે હાલ એવા જ વેક અકસ્માતની ઘટના સાપુતારામાંથી સામે આવી છે, જ્યાં એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બસમાં 65 જેટલા મુસાફરો સવાર હોવાનું સામે આવી રહ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતમાં સુરતના બે સગા ભાઈ બહેનોના મોત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા અને તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે.  પ્રવાસીઓથી ભરેલી આ બસ આગળ રહેલી આઇસરને ઓવરટેક કરવા માટે ગઈ અને ત્યારે જ તે ઘાટમાં ઉતરી ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી ગઈ હતી અને લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઈને પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં સુરતના બે સગા ભાઈ બહેનોના મોતને કારણે તેમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel